કરુણા@મહેસાણાઃ ગાયની સારવાર માટે ફોન કરનાર જીવદયાપ્રેમીને કડવો અનુભવ

અટલ સમાચાર.મહેસાણા મહેસાણામાં ઘાયલ ગાયને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સ 1962 પર ફોન કરનાર જીવદયા પ્રેમીને કડવો અનુભવ થયો હતો. હેલ્પલાઇનના કર્મચારીઓ દ્વારા ગાયની સારવાર માટે તાત્કાલીક એમ્બ્યુલન્સ મોકલવાને બદલે જીવદયાપ્રેમી મયંક ભોજક સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવ્યુ હોવાની રાવ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે હિન્દુ યુવા વાહીની દ્વારા આવેદન
 
કરુણા@મહેસાણાઃ ગાયની સારવાર માટે ફોન કરનાર જીવદયાપ્રેમીને કડવો અનુભવ

અટલ સમાચાર.મહેસાણા

મહેસાણામાં ઘાયલ ગાયને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સ 1962 પર ફોન કરનાર જીવદયા પ્રેમીને કડવો અનુભવ થયો હતો. હેલ્પલાઇનના કર્મચારીઓ દ્વારા ગાયની સારવાર માટે તાત્કાલીક એમ્બ્યુલન્સ મોકલવાને બદલે જીવદયાપ્રેમી મયંક ભોજક સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવ્યુ હોવાની રાવ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે હિન્દુ યુવા વાહીની દ્વારા આવેદન પત્ર આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં લક્કી પાર્ક પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગાયને ઇજા પહોચી હતી. અબોલા જીવ પ્રેમી મયંક ભોજકને જાણ થતાં ચાલુ વરસાદે ત્યાં પહોચી તાત્કાલિક સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ 1962 ફોન કર્યો હતો જો કે 3 કલાક ઉપર એમ્બ્યુલન્સ આવી ન હોતી. તેમજ 1962 ના અમદાવાદ સ્થિત ઓફિસમાંથી કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવ્યો ન હતો. કરુણા એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા જીવદયાપ્રેમી મયંક ભોજક પાસે દુર્વ્યવહાર કર્યો હતો. 1962 ના કર્મચારીઓ પર કડક પગલાં લેવામાં આવે એના માટે આગામી દિવસોમાં હિન્દુ યુવા વાહીની ધ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે.