પ્રચાર સભામાં નજીવી સંખ્યા જોઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મુંઝવણમાં

અટલ સમાચાર, મહેસાણા ઉનાળાની ગરમીની શરૂઆતમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને પરસેવો છૂટવા સાથે ચિંતા વધી ગઈ છે. આકરી ગરમીમાં યોજાતી પ્રચાર સભામાં નજીવી સંખ્યા જોઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. બનાસકાંઠા અને પાટણમાં જંગી સંખ્યા ભેગી કરવી લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે. સંસદસભ્ય થવા થનગનતા ઉમેદવારોએ ફોર્મ ભર્યા
 
પ્રચાર સભામાં નજીવી સંખ્યા જોઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મુંઝવણમાં

અટલ સમાચાર, મહેસાણા

ઉનાળાની ગરમીની શરૂઆતમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને પરસેવો છૂટવા સાથે ચિંતા વધી ગઈ છે. આકરી ગરમીમાં યોજાતી પ્રચાર સભામાં નજીવી સંખ્યા જોઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. બનાસકાંઠા અને પાટણમાં જંગી સંખ્યા ભેગી કરવી લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

સંસદસભ્ય થવા થનગનતા ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ વિધિવત પ્રચારમાં ઉતરી ગયા છે. રોજેરોજ ચોક્કસ રૂટનો કાર્યક્રમ બનાવી ખાનગી બેઠકો અને સભાઓ કરી રહ્યા છે. જોકે મતદારોની નજીવી સંખ્યા જોઈ બરોબરના અકળાઈ રહ્યા છે. ઉમેદવારોને ગરમીને બદલે સભા ફિક્કી બનતી હોય આથી પરસેવો છૂટી રહ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારો અને આગેવાનો નરેન્દ્ર મોદીના નામે જયારે કોંગ્રેસના ઉમેદવારો અને આગેવાનો રાહુલ ગાંધીનાં નામે મતદારોને સભામાં ભેગા કરી રહ્યા છે.