પ્રતિક્રિયા@ઉ.ગુ: BJP-કોંગ્રેસ ધમકીઓ આપી રહી છે, મતદારોએ ઓળખવાની જરૂર: AAP ઉપાધ્યક્ષ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ ઉત્તર ગુજરાતમાં અગાઉ ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ આજે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ કરી કહ્યુ હતુ કે, મતદારોએ આવા ધારાસભ્યોને ઓળખવાની જરૂર છે. આ સાથે તેમને
 
પ્રતિક્રિયા@ઉ.ગુ: BJP-કોંગ્રેસ ધમકીઓ આપી રહી છે, મતદારોએ ઓળખવાની જરૂર: AAP ઉપાધ્યક્ષ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

ઉત્તર ગુજરાતમાં અગાઉ ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ આજે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ કરી કહ્યુ હતુ કે, મતદારોએ આવા ધારાસભ્યોને ઓળખવાની જરૂર છે. આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, બંને પાર્ટીઓ પાસે ધમકીઓ સિવાય બીજુ કંઇ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે ગઇકાલે બાલીસણામાં પોતાના ભાષણ દરમ્યાન મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદમાં ધારાસભ્યએ ભાજપ સહિત પોલીસ પ્રશાસનને પણ જાહેરમંચ પરથી ચિમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોઇના બાપની તાકાત હોય તો મારા એકપણ કાર્યક્રરને કંઇ થયુ તો હું બેઠો છુ તેવો બોલતાં હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે મામલે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભાજપ-કોંગ્રેસ દ્રારા ધમકીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોઇ મતદારોએ તેમને ઓળખવાની જરૂર છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પ્રચારોમાં ધારાસભ્યો અને નેતાઓના બેફામ વાણી-વિલાસનો વીડિયો સામે આવતાં હોય છે. અગાઉ ડીસાના ભાજપી ધારાસભ્યના વીડિયો બાદ ગઇકાલે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો ચિમકી આપતો વીડિયો સામે આવ્યો છે. જેને લઇ હવે આમ આદમી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપતાં બંને પાર્ટીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

શું કહ્યું હતુ ડીસા ભાજપના ધારાસભ્યે ?

બનાસકાંઠા જીલ્લાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય “ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે” તેમ કહેતા જોવા મળી રહ્યા છે.

શું કહ્યુ હતુ પાટણના કોંગ્રેસી ધારાસભ્યે ?

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યુ હતુ કે, મારા બલીસણા જિલ્લા પંચાયતની સીટ કે રણુજ જિલ્લા પંચાયત સીટ પર જો કોઈ ભાજપ નો દાદા હોય, લુખ્ખો હોઈ તો સાંભળી લે, કોઈ ભાજપનો લુખ્ખો એમ કહેતો હોય કે, પોલીસ અમારી છે, ડીઓ અમારા છે, કલેક્ટર અમારા છે, વહીવટી તંત્ર અમારૂ છે, અમે તમને આમ કરી દઈશું તેમ કરી દઈશું તેના થી ડરવાની જરૂર નથી. આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, પોલીસના પી.આઈના બાપની તાકાત હોય, ડીએસપીના બાપની તાકાત હોય, કલેક્ટરના બાપની તાકાત હોય કે ભાજપના કોઈ લુખ્ખાના બાપની તાકાત હોય તો મારા એક પણ કાર્યકરને કાઈ થયું તો હું બેઠો છું. મારો મોબાઈલ નંબર લઇ લો કોઈના બાપ ની તાકાત નથી કે મારા મતદાર ને ડરાવી શકે.

પ્રતિક્રિયા@ઉ.ગુ: BJP-કોંગ્રેસ ધમકીઓ આપી રહી છે, મતદારોએ ઓળખવાની જરૂર: AAP ઉપાધ્યક્ષ
જાહેરાત