આશીર્વાદ@અંબાજી: યુવા ગૃપનું મોટું કાર્ય, વૃધ્ધાશ્રમથી ગોઠવી જગદંબા દર્શનયાત્રા, આનંદવિભોર બન્યા

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે છેલ્લાં 11 મહિનાથી પાલનપુરના વૃધ્ધાશ્રમની દિવાલોમાં બંધ વડીલો માટે સદભાવના ગ્રુપ દ્રારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સદભાવના ગ્રુપ દ્રારા પાલનપુર વૃધ્ધાશ્રમથી અંબાજી મંદીરે વડીલોને દર્શન કરાવવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા વૃદ્ધ વડીલોને પરિવારની હૂંફ મળી રહે અને તેમના દીકરા તેમના પરિવારની
 
આશીર્વાદ@અંબાજી: યુવા ગૃપનું મોટું કાર્ય, વૃધ્ધાશ્રમથી ગોઠવી જગદંબા દર્શનયાત્રા, આનંદવિભોર બન્યા

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે છેલ્લાં 11 મહિનાથી પાલનપુરના વૃધ્ધાશ્રમની દિવાલોમાં બંધ વડીલો માટે સદભાવના ગ્રુપ દ્રારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સદભાવના ગ્રુપ દ્રારા પાલનપુર વૃધ્ધાશ્રમથી અંબાજી મંદીરે વડીલોને દર્શન કરાવવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા વૃદ્ધ વડીલોને પરિવારની હૂંફ મળી રહે અને તેમના દીકરા તેમના પરિવારની ઉણપ ન વર્તાય એકલતા ના અનુભવાય એ હેતુથી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનો દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં પોતાના કાર્યોની સુવાસ ફેલાવનાર સદભાવના ગ્રુપ દ્રારા વધુ એક સરાહનિય કાર્ય કરવામાં આવ્યુ છે. સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરી સહિતના આગેવાનો દ્રારા પાલનપુરના વૃધ્ધાશ્રમના વડીલો માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વૃદ્ધાશ્રમના 85 વડીલોનો આજે 04 ફેબ્રુઆરીએ વડીલોને એક દિવસીય અંબાજી પ્રવાસ કરાવી માતાજીના દર્શન અંબાજી મુકામે કરાવ્યા હતા. આ સાથે સૌ સાથે અંબાજી સ્થિત ઇસ્કોનવેલીમાં સૌ વડીલોને ભોજન પણ કરાવ્યું હતું.

આશીર્વાદ@અંબાજી: યુવા ગૃપનું મોટું કાર્ય, વૃધ્ધાશ્રમથી ગોઠવી જગદંબા દર્શનયાત્રા, આનંદવિભોર બન્યા

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સદભાગના ગ્રુપ દ્રારા વડીલોને માસ્કનું વિતરણ અને સેનેટાઈઝર કર્યા બાદ સવારે 09:00 વાગે પાલનપુર RTO સર્કલ સ્થિત વૃધાશ્રમથી સ્પેશિયલ બસની વ્યવસ્થા કરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોની સુંદર સેવા જોઇને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોનું પણ સન્માન અંબાજીના ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું. આ સાથે વૃદ્ધાશ્રમના વડીલોને પણ સાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા.

આશીર્વાદ@અંબાજી: યુવા ગૃપનું મોટું કાર્ય, વૃધ્ધાશ્રમથી ગોઠવી જગદંબા દર્શનયાત્રા, આનંદવિભોર બન્યા

નોંધનિય છે કે, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સરાહનિય અને સેવાકીય કાર્યો કરતાં સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરી, હિતેન્દ્ર મહિન્દ્રા, હાર્દિક પટેલ, જગદીશ કોરોટ, અનીલ ચૌધરી, કૌશિક ગોસ્વામી, આનંદ વાણીયા, જીગર પટેલ, વૃધાશ્રમના મેનેજર ચંદ્રકાંત જોશી, ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી હાજર રહ્યા હતા.