નાકાબંધી@મેઘરજ: કારમાં પ્લાસ્ટીકના સામાનની આડમાં લઇ જવાતો 2.72 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ મેઘરજ પંથકમાંથી ઇસરી પોલીસે ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે રેલ્લાવાડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લીધી હતી. જેમાં ગુપ્તખાનું બનાવી પ્લાસ્ટીકના સરસામાનની આડમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન
 
નાકાબંધી@મેઘરજ: કારમાં પ્લાસ્ટીકના સામાનની આડમાં લઇ જવાતો 2.72 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

મેઘરજ પંથકમાંથી ઇસરી પોલીસે ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે રેલ્લાવાડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લીધી હતી. જેમાં ગુપ્તખાનું બનાવી પ્લાસ્ટીકના સરસામાનની આડમાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ 2.72 લાખના દારૂ સાથે કુલ 5.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ઇસરી પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમી આધારે રેલ્લાવાડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં અંદર ગુપ્તખાનું બનાવીને પ્લાસ્ટીકના સરસામાનની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે ચોક્કસ બાતમી આધારે ચેકપોસ્ટ પર જ નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ઇસરીના ઇ. PI બી.એલ.રોહિત સહિતની ટીમે કાર્યવાહી કરી સ્થળ પરથી તખતસિંહ પ્રતાપસિંહ પરમાર(અમદાવાદ) ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-250, કિ.રૂ.2,72,200, કારની કિ.રૂ.3,00,000, મોબાઇલ નંગ-2 કિ.રૂ.3000, પ્લાસ્ટીકનો સરસામાન કિ.રૂ.7720 મળી કુલ કિ.રૂ.5,82,920નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ લઇ જનાર અને અન્ય એક શખ્સ મળી કુલ બે ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.