નાકાબંધી@શામળાજી: કારમાં વિદેશી દારૂ લઇને જતો ઇસમ ઝડપાયો, 2.94 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ચેકપોસ્ટ પરથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેકપોસ્ટ પર વાહનચેકીંગમાં હોઇ શંકાના આધારે કારને રોકાવી તલાશી લીધી હતી. જેમાં કારમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ર.૯૪ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે
 
નાકાબંધી@શામળાજી: કારમાં વિદેશી દારૂ લઇને જતો ઇસમ ઝડપાયો, 2.94 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ચેકપોસ્ટ પરથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેકપોસ્ટ પર વાહનચેકીંગમાં હોઇ શંકાના આધારે કારને રોકાવી તલાશી લીધી હતી. જેમાં કારમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ર.૯૪ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ ભરાવનાર અજાણ્યો ઇસમ મળી કુલ બે ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં પ્રોહીબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી PSI એ.આર.પટેલની ટીમ અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી સ્વિફ્ટ કારમાંથી ગોપાલ સાલવી નામના ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો અને છુટ્ટા પાઉચ નંગ-1206 કિ.રૂ.93,120, મોબાઇલ નંગ-3 કિ.રૂ.3,000 અને કારની કિ.રૂ.2,00,000 મળી કુલ કિ.રૂ.2,94,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે કુલ 2 ઇસમો વિરૂધ્ધ શામળાજી પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.