નાકાબંધી@સિધ્ધપુર: LCBએ કારમાંથી 1.42 લાખના દારૂ સાથે એક ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ સિધ્ધપુરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. LCB ટીમે ચોક્કસ બાતમી આધારે સિધ્ધપુર નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં રોકતાં ચાલકે ભાગવાની કોશિષ કરતાં તેને ઝડપી પાડતાં તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલો કિ.રૂ. 1.42 લાખનો
 
નાકાબંધી@સિધ્ધપુર: LCBએ કારમાંથી 1.42 લાખના દારૂ સાથે એક ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ સિધ્ધપુરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. LCB ટીમે ચોક્કસ બાતમી આધારે સિધ્ધપુર નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં રોકતાં ચાલકે ભાગવાની કોશિષ કરતાં તેને ઝડપી પાડતાં તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલો કિ.રૂ. 1.42 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે LCBએ એક ઇસમને ઝડપી પાડી સિધ્ધપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં LCBએ બાતમી આધારે 1.42 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પ્રોહિબિશન લગત કાર્યવાહીની સુચના કરતાં LCBના ઇન્ચાર્જ PI એ.બી.ભટ્ટ, ASI અંબાલાલ, APC. મોડજીજી, વિનોદકુમાર, ધવલકુમાર, AHC વિપુલકુમાર સહિતનો સ્ટાફ LCB ઓફીસે હાજર હતો. આ દરમ્યાન ASI અંબાલાલ અને AHC વિપુલકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે, એક કોફી કલરની ડસ્ટર કારમાં વિદેશીદારૂ ભરી ચાલક પાલનપુરથી નીકળી સિધ્ધપુરથી પસાર થવાનો છે.

નાકાબંધી@સિધ્ધપુર: LCBએ કારમાંથી 1.42 લાખના દારૂ સાથે એક ઇસમને દબોચ્યો
File Photo

આ દરમ્યાન LCB સ્ટાફે પંચો સાથે રાખી સિધ્ધપુર નદીના પુલ નજીક ખાનગી વાહનોની આડાશ કરી વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકતાં ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને ઝડપી લઇ કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 1,42,140નો વિદેશી દારૂ, મોબાઇલ નંગ-1 કિ.રૂ., 5,000, ગાડીની કિ.રૂ. 5,00,000 મળી કુલ કિ.રૂ. 6,47,140નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરમ્યાન દારૂ મંગાવનાર ઇસમ સહિત ચાલક સામે LCBએ સિધ્ધપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. સિધ્ધપુર પોલીસે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 83, 81, 98(2) અને મોટર વાહન અધિનિયમ એક્ટની કલમ 130, 192A, 177 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  • રોહિતકુમાર મેરૂભા ઝાલા, રહે.આંટાપાટી, ગામ-સુણસર, તા.ચાણસ્મા, જી.પાટણ
  • વિરસંગજી ઠાકોર, ગામ-ડેર, તા.જી.પાટણ