નાકાબંધી@વડગામ: LCBએ દારૂ ભરેલી કાર સાથે 1 ઇસમને દબોચ્યો, 3 સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, પાલનપુર વડગામ નજીકથી બનાસકાંઠા LCBએ નાકાબંધી દરમ્યાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. LCBનો સ્ટાફ ચોક્કસ બાતમી આધારે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લેતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલો મળી કિ.રૂ.66,295નો દારૂ મળી આવ્યો હતો. LCBએ આ સાથે એક ઇસમને ઝડપી પાડી દારૂ
 
નાકાબંધી@વડગામ: LCBએ દારૂ ભરેલી કાર સાથે 1 ઇસમને દબોચ્યો, 3 સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, પાલનપુર

વડગામ નજીકથી બનાસકાંઠા LCBએ નાકાબંધી દરમ્યાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. LCBનો સ્ટાફ ચોક્કસ બાતમી આધારે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લેતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બોટલો મળી કિ.રૂ.66,295નો દારૂ મળી આવ્યો હતો. LCBએ આ સાથે એક ઇસમને ઝડપી પાડી દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર સહિત 3 લોકો સામે વડગામ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના ધનાલી ગામ પાસેથી એલસીબીએ દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. બનાસકાંઠા જીલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે પ્રોહિબિશનના ગુનાઓ રોકવા અને કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI ની સુચનાને પગલે APC દિલીપસિંહ, શંકરભાઇ, AHC અરજણાજી, ઇશ્વરભાઇ સહિતનો સ્ટાફ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ધનાલી ગામ પાસે નાકાબંધી કરી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. LCBએ કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-487 કિ.રૂ.66,295, કારની કિ.રૂ.1,00,000 મોબાઇલ નંગ-1, કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.1,66,795નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઝડપાયેલા ઇસમ સહિત દારૂ મંગાવનાર અને દારૂ ભરી આપનાર ઇસમ સાથે કુલ 3 લોકોના નામજોગ વડગામ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ તરફ વડગામ પોલીસે આરોપીઓ સામે પ્રોહી એક્ટની કલમ 65-A, 65(e), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. તેજસિંહ શંકરસીંગ ચૌહાણ, ગામ-રાણાવાસ, તા.પાલનપુર, જી.બનાસકાંઠા
  2. નારસીંગ દરબાર, ગામ-દાંતીવાડા, તા.દાંતીવાડા, જી.બનાસકાંઠા
  3. વાલજીભાઇ ઠાકોર, ગામ-વિસનગર, જી. મહેસાણા