નાકાબંધી@વાવ: સાંચોરથી કારમાં દારૂ ભરી આવતો ઇસમ ઝડપાયો, 4.86 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વાવ વાવ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ઇસમ પોતાના ગામમાં દારૂનુ છુટક વેચાણ કરવા રાજસ્થાનથી દારૂ ભરીને આવી રહ્યો હોવાનું ખુલ્યુ છે. વાવ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી ઇસમની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇસમે પોલીસને જોઇ કાર ભગાડ્યાં બાદ પોલીસે
 
નાકાબંધી@વાવ: સાંચોરથી કારમાં દારૂ ભરી આવતો ઇસમ ઝડપાયો, 4.86 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, વાવ

વાવ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ઇસમ પોતાના ગામમાં દારૂનુ છુટક વેચાણ કરવા રાજસ્થાનથી દારૂ ભરીને આવી રહ્યો હોવાનું ખુલ્યુ છે. વાવ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી ઇસમની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇસમે પોલીસને જોઇ કાર ભગાડ્યાં બાદ પોલીસે થોડે દૂર જઇ ઇસમને કાર સાથે ઝડપી લીધો હતો. આ સાથે કારમાંથી વિદેશી દારૂની બોટલો સહિત કુલ કિ.રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી કુલ બે ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને વાવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ PSI આઇ.એચ.હીંગોરાને મળેલ બાતમી આધારે ચુવા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરવામાં આવી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કારને ચુવા ગામ તરફ ભગાડી મુકી હતી. જેથી પોલીસે પણ તેનો પીછો કરતાં ચાલક થોડે દૂર કાર મુકી ભાગવા જતાં પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યાં તેને કાર પાસે લાવી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં કોરોનાકાળ વચ્ચે પણ વિદેશી દારૂની હેરાફેરી યથાવત હોવાની સ્થિતિ બની છે. ગઇકાલે બપોરના સમયે વાવ પોલીસે હિરેન હિરાભાઇ રાજપૂતને વિદેશી દારૂની બોટલો નંગ-867 કિં.રૂ.86,400 સાથે ઝડપી પાડ્યો છે. આ સાથે કારની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.4,86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ વિદેશી દારૂ સાંચોરના બળવંતસિંહ રાજપૂતે ભરાવી આપ્યો હોઇ કુલ બે ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. વાવ પોલીસે બંને ઇસમ વિરૂધ્ધ પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 98(2), 116-B, 81 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.