બોર્ડ પરીક્ષા: ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર કેમ લગાવાય છે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઇ રહી છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને મહત્વની સૂચના જાહેર કરી છે. શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે હેલ્પ લાઇન શરૂ કરી છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કેવી કેવી તકેદારી રાખવી તેની
 
બોર્ડ પરીક્ષા: ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર કેમ લગાવાય છે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઇ રહી છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને મહત્વની સૂચના જાહેર કરી છે. શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે હેલ્પ લાઇન શરૂ કરી છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કેવી કેવી તકેદારી રાખવી તેની 23 પ્રકારની સુચનાઓ હોલ ટિકીટની પાછળ આપવામાં આવી છે. મહત્વનું છે કે, ઉત્તરવહી ઉપર લખેલા વિદ્યાર્થીનાં બેઠક નંબર સહિતની ગુપ્તતા જળવાય તે માટે બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવામાં આવે છે. તો આપણે જાણીએ કે આ લગાવવામાં કેવું ધ્યાન રાખવું જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી ખંડ નિરીક્ષકને જમા કરાવતી વખતે વિદ્યાર્થીના બેઠક નંબર સહિતની ગુપ્તતા જળવાય તે માટે તેની ઉપર ખાખી સ્ટીકર ચોંટાડવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉત્તરવહીની સાથે આપવામાં આવતા બારકોડ સ્ટીકરની ઉપર કેન્દ્ર નંબર, બેઠક નંબર, ઉત્તરવહી નંબર તથા વિષયની શિક્ષક પાસે ચકાસણી કરાવવી. જો તેમાં કોઇ ભૂલ હોય તો સુપરવાઇઝરનું ધ્યાન દોરવું.

દરેક વિષયનું બારકોડ સ્ટીકર અલગ અલગ રાખવામાં આવ્યું છે. આથી દરેક પેપરમાં તેની ચકાસણી કરવાની રહેશે. વિદ્યાર્થી ભૂલથી સ્ટીકર ચોંટાડી દે તો, પરીક્ષાર્થી, સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષક જવાબદાર રહેશે. ઉત્તરવહિમાં કાચુ કામ કરવું હોય તે ઉત્તરવહિના ડાબી બાજુના પાના ઉપર જ કરવાનું રહેશે.