બોલિવૂડઃ અભિષેક બચ્ચને કોરોનાને હરાવ્યો, ટ્વીટ કરી જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. ગત દિવસોમાં કોરોના સંક્રમણ બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યાર બાદ ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચનને હૉસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. બચ્ચન પરિવારના અન્ય સભ્ય સાજા થઈને પરત આવી ગયા હતા પરંતુ અભિષેક હૉસ્પિટલમાં જ દાખલ હતો. હવે અભિષેક બચ્ચનનો કોરોના
 
બોલિવૂડઃ અભિષેક બચ્ચને કોરોનાને હરાવ્યો, ટ્વીટ કરી જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક

અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. ગત દિવસોમાં કોરોના સંક્રમણ બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યાર બાદ ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચનને હૉસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. બચ્ચન પરિવારના અન્ય સભ્ય સાજા થઈને પરત આવી ગયા હતા પરંતુ અભિષેક હૉસ્પિટલમાં જ દાખલ હતો. હવે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગિટવ આવ્યો છે. ખુદ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, ‘એક વચન એક વચન હોય છે. આ બપોરે હું કોવિડ 19ના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો છું!! મેં તમને બધાને કહ્યુ હતું કે હું તેને મ્હાત આપી દઇશ. મારા અને મારા પરિવાર માટે પાર્થના કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર. નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટર્સ, નર્સેસને આટલું બધુ કરવા માટે મારા તરફથી ખૂબ ખૂબ આભાર. THANK YOU!’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ટ્વીટમાં કોરોનાને મ્હાત આપ્યાની અભિષેકની ખુશી જોવા મળી રહી છે. આ ટ્વીટ પર તેના ચાહકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. તમામ લોકોએ અભિષેકની તબિયત સારી હોવાનું જાણીને ખુશી વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેકને બહુ ઝડપથી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, અભિષેકે જાતે આ અંગે કંઈ નથી લખ્યું કે તે ઘરે ક્યારેક જશે.