બોલિવૂડઃ સુશાંતના પરિવારને ન્યાય મળે તે માટે, બાબા રામદેવે હવન કર્યા

અટલ સમાચાર, ડેસ્ક યોગ ગુરુ બાબા રામદેવએ હરિદ્વારમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મની શાંતિ માટે હવન કર્યો છે. તેમણે કહ્યું કે, મે સુશાંતની બહેનો અને પરિવારજનો સાથે વાત કરી, મે તેમનું દુખ સાંભળ્યું તો મારી આત્મા કકડી ઉઠી. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં બે મહિના થઇ ગયા છે પણ હજુસુધી પરિસ્થિતિ બદલાઇ નથી. સુશાંતની આત્મહત્યા
 
બોલિવૂડઃ સુશાંતના પરિવારને ન્યાય મળે તે માટે, બાબા રામદેવે હવન કર્યા

અટલ સમાચાર, ડેસ્ક

યોગ ગુરુ બાબા રામદેવએ હરિદ્વારમાં સુશાંત સિંહ રાજપૂતની આત્મની શાંતિ માટે હવન કર્યો છે. તેમણે કહ્યું કે, મે સુશાંતની બહેનો અને પરિવારજનો સાથે વાત કરી, મે તેમનું દુખ સાંભળ્યું તો મારી આત્મા કકડી ઉઠી. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં બે મહિના થઇ ગયા છે પણ હજુસુધી પરિસ્થિતિ બદલાઇ નથી. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ કેસની તપાસ ચાલુ જ છે. આજે સુશાંત માટે ગ્લોબલ પ્રેયર થઇ રહી છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહ અને સુશાંતની એક્સ અંકિતા લોખંડેએ લોકોનેમાં શામેલ થવા અપીલ કરી હતી. આ કડીમાં હવે બાબા રામદેવએ હરિ્દવારામાં દિવંગત સુશાંતની આત્માની શાંતિ માટે હવન કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે, આજે અમે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યાં છીએ અને આઝાદી આપણે એટલે મેળવી છે, જેથી બધાને ન્યાય મળે. કોઇની માટે અન્યાય ન થાય. સૌને જીવવા માટે સુખત જીવન મળે. બાબા રામદેવ કહે છે કે, સુશાંતનાં જીવનને કાતીલોએ છીનવી લીધું. હવે દિવંગતની આત્માને ન્યાય મળવો જોઇએ.

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020નાં રોજ તેનાં મુંબઇ સ્થિત ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. સુશાંતનાં નિધન બાદથી જ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે અને આ કેસનાં સત્ય સુધી સૌ કોઇ પહોંચવા માંગે છે. સુશાંતનાં પરિવાર દ્વારા રિયા અને તેનાં પરિવાર સહિત કૂલ 6 લોકો વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ છે. અને બિહાર પોલીસ દ્વારા આ મામલે FIR પણ નોંધવામાં આવી છે.