બોલિવૂડઃ ગુજરાતી ચાહકે સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી

અટલ સમાચાર, ડેસ્ક સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ દુનિયાભરમાં તેમના પ્રત્યે લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાવેણાનાં યુવાને સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી છે. જન્મેજય જાની નામના યુવાને પોતાના શરીર પર છુંદણા છુંદાંવી બોલિવુડનાં આ એક્ટર પ્રત્યેની લાગણી દર્શાવી છે. રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલ કલાકાર સુશાંતસિંહ રાજપૂતનાં મોતની ન્યાયિક તપાસની ટેટૂ દ્વારા માંગ
 
બોલિવૂડઃ ગુજરાતી ચાહકે સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી

અટલ સમાચાર, ડેસ્ક

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ દુનિયાભરમાં તેમના પ્રત્યે લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાવેણાનાં યુવાને સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી છે. જન્મેજય જાની નામના યુવાને પોતાના શરીર પર છુંદણા છુંદાંવી બોલિવુડનાં આ એક્ટર પ્રત્યેની લાગણી દર્શાવી છે. રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલ કલાકાર સુશાંતસિંહ રાજપૂતનાં મોતની ન્યાયિક તપાસની ટેટૂ દ્વારા માંગ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકો પોતાની વાતને દુનિયા સમક્ષ રાખવા અવનવા કિમીયા અપનાવતા હોય છે. દરેક લોકોની જુદી જુદી સ્ટાઇલ હોય છે અને એ સ્ટાઈલ મુજબ પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. ત્યારે ભાવનગરનાં એક ફિલ્મ પ્રેમી યુવાને યુવાહૃદયમાં વસી ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય અને મૃત્યુનું ખરું કારણ-સત્ય હકીકત જાહેર થાય તે માટે પોતાનાં શરીર પર ટેટૂ ચિતરાવ્યુ છે, અને એ ટેટુ થકી તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા ન્યાયિક તપાસની માંગ કરી છે.

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય સંજોગોમાં નિપજેલા મોત બાદ દુનિયાભરમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેના મોતને લઈ અનેક તર્ક કરી રહ્યા છે. તેની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી? આત્મહત્યા કરી તો તેની પાછળ જવાબદાર કોણ? હાલ તો દુનિયામાંથી વિદાઈ લઇ ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતને યાદ કરી લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેના પ્રશંસકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પોતાના શરીર પર સુશાંત રાજપૂતનું ટેટુ ચિતરાવી જન્મેજયે શ્રદ્ધાંજલિ પાઠવી છે. જ્યારે ટેટૂ આર્ટિસ્ટ જય બારડે પણ સુશાંતનું ટેટુ બનાવવામાં ભારે મહેનત કરી હતી, જોકે આ ટેટૂને શરીર પર બનાવવામાં આર્ટિસ્ટ જય બારડને 6 કલાકનો સમય લાગ્યો હતો, અને ખૂબ મહેનત બાદ તેમણે આબેહુબ સુશાંતનું ચિત્ર બનાવ્યું હતું.