બોલિવૂડઃ સોનૂ સૂદે 58 પ્રવાસી મજૂરોને નોકરી આપી, કોઇ રહી જાય તો માફ કરજો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે સોનૂ સૂદે ઘણા પ્રવાસી મજૂરોને મદદથ કરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ સોનૂ સૂદ સતત લોકોની મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. સોનૂ સૂદે આજે એક ટ્વિટ કરી હતી જેમાં 58 પ્રવાસીઓને તેમની નવી નોકરી પર તેને વધામણી આપી હતી. તેણે પ્રવાસી રોજગારની એક ટ્વિટને રીટ્વિટ કરી હતી અને
 
બોલિવૂડઃ સોનૂ સૂદે 58 પ્રવાસી મજૂરોને નોકરી આપી, કોઇ રહી જાય તો માફ કરજો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે સોનૂ સૂદે ઘણા પ્રવાસી મજૂરોને મદદથ કરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ સોનૂ સૂદ સતત લોકોની મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. સોનૂ સૂદે આજે એક ટ્વિટ કરી હતી જેમાં 58 પ્રવાસીઓને તેમની નવી નોકરી પર તેને વધામણી આપી હતી. તેણે પ્રવાસી રોજગારની એક ટ્વિટને રીટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે, ‘ખુબ મહેનતથી દિલ લગાવીને કામ કરજો મારા ભાઇઓ’ બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ જે કહે છે, તે કરે છે. સોનૂ સૂદે જ્યારે જ્યારે વાયદો કર્યો છે તેને પૂર્ણ કર્યો છે. તેમનાં નેક કામો અવિરત ચાલૂ છે. તેનાં 47માં જન્મ દિવસ પણ તેણે પ્રવાસી મજૂરો માટે નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેણે એટલે એક એપ પણ લોન્ચ કરી છે. આ નેક ચળવળની અસર જોવા મળી રહી છે આ એપ દ્વારા 58 પ્રવાસી મજૂરોને જોબ મળી ગઇ છે. જેની માહિતી ખૂદ સોનૂ સૂદે તેનાં ટ્વિટર પેજ પર આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલમાં જ પહેલી વખત સોનૂ સૂદે જણાવ્યું હતું કે, દરરોજ તેની પાસે મદદ માટે કેટલાં મેસેજ આવે છે. તેને આંકડો શેર કરતાં લખ્યુ હતું કે, 1137 ઇ મેઇલ, 19000 ફેસબૂક મેસેજ, 4812 ઇન્સ્ટાગ્રામ મેસેજ અને 6741 ટ્વિટર મેસેજ. આજે માંગેલી હેલ્પ મેસેજ છે. હું આપ તમામ સુધી પહોંચી શકુ તે શક્ય નથી. પણ પ્રયાસો ચાલુ છે. જો કોઇ રહી જાય તો માફ કરશો. આપને જણાવી દઇએ કે સોનૂ સૂદને તેનાં નેક કામ માટે લાખો-કરોડો દુઆઓ પણ મળે છે. આ કારણ જ સોનૂ દરરોજ ચર્ચામાં પણ રહે છે.

પ્રવાસી રોજગારની આ ટ્વિટમાં કેટલીક તસવીરોની સાથે જણાવવામાં આવ્યું છે કે, પ્રવાસી રોજગારનાં માધ્યમથી 58 પ્રવાસીઓને હિમાચલ પ્રદેશમાં ઇલેક્ટ્રીશિયનની નોકરી મળી છે. જેને તેણે #AbIndiaBanegaKamyaab #અબઇન્ડિયાબનેગાકામયાબ સોનૂ સૂદની આ મુહિમનું કારણ કોરોના સંકટ કાળમાં ઘરે બેઠેલાં લાખો-કરોડો પ્રવાસી મજૂરોને તેમની ક્ષમતા અનુસાર રોજગાર આપવાનું છે, અને એક નવી પહેલ કરવાનું છે, આ એપનો હેતૂ નોકરી આપનારા અને મેળવનારાને સરળતા રહે તેનો છે.