બોટાદ: ચાલુ ડાયરાનાં સ્ટેજ પર જ યુવાને લોક ગાયકને લાફા માર્યાનો વીડિયો વાયરલ

અટલ સમાચાર, ડેસ્ક બોટાદમાં ચાલુ ડાયરામાં લાફાનાં વરસાદનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. બોટાદમાં માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી ગાઇ રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ
 
બોટાદ: ચાલુ ડાયરાનાં સ્ટેજ પર જ યુવાને લોક ગાયકને લાફા માર્યાનો વીડિયો વાયરલ

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદમાં ચાલુ ડાયરામાં લાફાનાં વરસાદનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. બોટાદમાં માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકી ગાઇ રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો. તે માતાજીનાં ભજન પણ નશાની હાલતમાં જ કરી રહ્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો બોટાદનાં સાળંગપુર વિસ્તારનો છે. આ લાફાવાળી બાદ અન્ય લોકો પણ યુવકનાં સમર્થનમાં આવે છે. તે લોકોનો આપોપ છે કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવતા માતાજીની ગરીમા જળવાતી નથી. તેમને પહેલા જ કહ્યું હતું કે માતાજીનો ડાયરો છે.

અટલ સમાચારને ફેસબુક પર ફોલો કરવા કે સમાચાર જોવા અહીં ક્લિક કરો 

મહત્વનું છે કે, માતાજીનાં ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. યુવકે અચાનક જ્યારે કલાકારને લાફા ફટકાર્યા તે બાદ લોકોએ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને નીચે ઉતરી જવા કહ્યું હતું. જોકે, તે નીચે ઉતરતા જ અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો. હવે આ તપાસનો વિષય છે કે ખરેખર ગાયક કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે નહીં.