બ્રેકિંગ@અમદાવાદ: વહેલી સવારે અખબાર વિતરક એક્ટિવા ચાલકનું BRTSની ટક્કરે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે છાપા વિતરક એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની અડફેટે કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકો ના ટોળેટોળાં એકઠાં થઇ જતા બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS
 
બ્રેકિંગ@અમદાવાદ: વહેલી સવારે અખબાર વિતરક એક્ટિવા ચાલકનું BRTSની ટક્કરે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે છાપા વિતરક એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની અડફેટે કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકો ના ટોળેટોળાં એકઠાં થઇ જતા બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવતા B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો કાબુ માં લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા જલુભાઈ દેસાઈનું વહેલી સવારે અકસ્માતમાં મોત થયુ છે. જેઓ તેમનાં પત્ની અને બે બાળકો ના પરિવાર સાથે રહેતા હતા અને અખબાર વિતરણ કરી ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા પોતાની એકટીવા લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન અકસ્માતમાં તેમનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સવારે 6.30 કલાકે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ-ચાલકે તેઓ ને અડફેટે લેતા જલુભાઈ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જલુભાઇને 108ના નર્સિંગ સ્ટાફે પંપિંગ કર્યું હતું પણ તેઓ ને ગંભીર ઇજાઓ થઈ હોવાથી કરૂણ મોત થઈ ગયુ હતુ. આ ઘટના ને લઈ ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.