બ્રેકિંગ@અમદાવાદ: વહેલી સવારે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 16 લાખની લૂંટ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં લૂંટારૂઓને પોલીસનો ભયના રહ્યો હોઇ તેવી સ્થિતિ બની છે. આજે વહેલી સવારે શહેરના વાણિજ્ય ભવન પાસે લૂંટની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. સવારના સમયે વાણિજ્ય ભવન પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ઇસમો રૂ.16.29 લાખની લૂંટ કરી નાસી છુટ્યા હતા. સમગ્ર પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ
 
બ્રેકિંગ@અમદાવાદ: વહેલી સવારે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 16 લાખની લૂંટ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં લૂંટારૂઓને પોલીસનો ભયના રહ્યો હોઇ તેવી સ્થિતિ બની છે. આજે વહેલી સવારે શહેરના વાણિજ્ય ભવન પાસે લૂંટની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. સવારના સમયે વાણિજ્ય ભવન પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ઇસમો રૂ.16.29 લાખની લૂંટ કરી નાસી છુટ્યા હતા. સમગ્ર પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે તાજેતરમાં જ આંગડિયા પેઢીના કર્મીના આંખમાં લાલ મરચાની ભૂખી નાખી બે કરોડની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બીજી એક ઘટનામાં કાગડાપીઠ પાસે આવેલ વાણિજ્ય ભવન પાસે એક આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો છે. લૂંટારુઓ રૂ.16.29 લાખની લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયા છે. આ બનાવને લઈ પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનોં નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.