બ્રેકિંગ@અમદાવાદ: સિવીલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ 3 તબીબોના રાજીનામા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ આ રાજીનામામાં બી.જે.મેડિકલ કોલેજના ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહનો સમાવેશ થાય છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બ્રેકિંગ@અમદાવાદ: સિવીલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ 3 તબીબોના રાજીનામા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સુપ્રીટેન્ડેન્ટના રાજીનામાં બાદ વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપ્યુ છે. પ્રાથમિક વિગતો મુજબ આ રાજીનામામાં બી.જે.મેડિકલ કોલેજના ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહનો સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકારણનો અખાડો બની ગયેલી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ રાજીનામું આપી દીધું હતું. હવે સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ ડો. રાકેશ જોષીને સોંપાયો છે. નોંધનીય છે કે, કોરોના કાળમાં ડો. મોદીએ સિવિલમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી સિવિલને ઉગારીને સરકારની આબરૂ બચાવી હતી. તેઓ જુનિયર હોવા છતાં સરકારે તેમને સુપ્રિન્ટેન્ડન્ટ જેવો હોદ્દો સોંપતા કેટલાક સિનિયરની આંખમાં તેઓ ખુંચતા હતા. જેથી તેઓ અવાર નવાર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી ચુક્યા છે.