બ્રેકિંગ@અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતોને આધિન મંજૂરી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે 12 જુલાઇએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. રથયાત્રા દરમ્યાન કોઇ પણ વ્યક્તિ જોડાશે નહી. રથયાત્રાનું દૂરદર્શન કે ટીવી ચેનલ પર લાઇવ કરવામાં આવશે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે, કોવિડ પ્રોટોકોલનું જતન કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધા છે. તેમાં પ્રવર્તમાન
 
બ્રેકિંગ@અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતોને આધિન મંજૂરી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે 12 જુલાઇએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. રથયાત્રા દરમ્યાન કોઇ પણ વ્યક્તિ જોડાશે નહી. રથયાત્રાનું દૂરદર્શન કે ટીવી ચેનલ પર લાઇવ કરવામાં આવશે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે, કોવિડ પ્રોટોકોલનું જતન કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધા છે. તેમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ કોવિડ ગાઇડલાઇનના રથયાત્રા નીકળશે. રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર રથયાત્રાના રૂટ પર કરફ્યૂનો અમલ થશે. પહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરીને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ ચિંતા કરી રહ્યા છીએ તેનું કારણ રાજ્યમાં બીજી કોરોનાની લહેરનો આપણને સૌને અનુભવ છે અને જે સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરૂ આયોજન કરી રહ્યુ છે. તેમાં આના કારણે કોઇ સમસ્યા ઉભી ના થાય તે માટેના પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે. રસ્તામાં આવતી પોળોના ભાગ કે અન્ય ભાગ હોય ત્યા લોકોને વિનંતી કરૂ છું કે, સમગ્ર રથયાત્રા દૂરદર્શન દ્વારા લાઇવ કવરેજ કરવામાં આવશે. જેથી કરીને સામાન્ય પરંપરા એવી હોય છે કે, રથયાત્રામાં પોતાના સગા-વ્હાલા જુદી જુદી પોળમાં એકત્રિત થતા હોય છેે અને સમૂહ ભોજનના કાર્યક્રમ કરતા હોય છે. કોવિડ ગાઇડલાઇનના પરવાનગી પ્રમાણે કોઇએ રોડ પર આવીને દર્શન કરવાના નથી.

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, જે રથયાત્રા છે તેમાં 5 જેટલા વાહનો જેમાં રથયાત્રાની પરંપરાગત ઓળખ છે. નિશાન, ડંકા, ત્રણ જેટલા રથ મહંત અને ટ્રસ્ટીના મહંત સાથે પાંચ વાહનોને જ પરવાનગી આપવામાં આવશે. રથયાત્રા જે પરંપરાગત રીતે જે ખલાસીઓ રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથ ખેચતા હોય છે તેમણે પણ 48 કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ અને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ. જો બન્ને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રિમતા આપવામાં આવશે. આ રથો વચ્ચે નિયત માત્રાની અંદર અંતર રહે અને રથની ઉપર પણ પૂજારી ઉપરાંત તેના વ્યવસ્થાપક નક્કી કરેલ લોકો વગર કોઇ ઉપસ્થિત ના રહે તેવી સૂચના આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જે લોકો રથયાત્રા સાથે જોડાશે તેમણે ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આમ કોવિડ મહામારી વચ્ચે પણ કોરોનાના કેસનો સતત અભ્યાસ કરીને લોકોની શ્રદ્ધાનું જતન કરી શકાય તે માટે મુખ્યમંત્રી દ્વારા કોર કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના આધારે અમલીકરણ કરવામાં આવશે. અમદાવાદ શહેરની રથયાત્રા છે જે અમદાવાદ નીજ મંદિરથી નીકળીને સરસપુરમાં નિયત કરેલા સમયની અંદર એટલા જ લોકો ઉપસ્થિત રહેશે.