બ્રેકિંગ@અમદાવાદ: ભેખડ ધસી પડતાં બે મજૂરોના ગુંગળામણથી મોત, બચાવ કામગીરી યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક બોપલ-શીલજ કેનાલ પાસે DPS સ્કૂલની નજીકમાં ડ્રેનેજ કામગીરી દરમ્યાન 3 મજૂરો દટાયા હતા. જેમાં બે મજૂરોના મોત થયા છે. જયારે એક મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલું છે. નોંધનીય છેકે ઔડા દ્વારા આ કામગીરી ચાલી રહી હતી. હાલમાં આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@અમદાવાદ: ભેખડ ધસી પડતાં બે મજૂરોના ગુંગળામણથી મોત, બચાવ કામગીરી યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોપલ-શીલજ કેનાલ પાસે DPS સ્કૂલની નજીકમાં ડ્રેનેજ કામગીરી દરમ્યાન 3 મજૂરો દટાયા હતા. જેમાં બે મજૂરોના મોત થયા છે. જયારે એક મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલું છે. નોંધનીય છેકે ઔડા દ્વારા આ કામગીરી ચાલી રહી હતી. હાલમાં આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના બોપલમાં ડ્રેનેજની કામગીરી દરમ્યાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર, AUDAની ડ્રેનેજની કામગીરીમાં દીવાલ ધરાશાયી થઈ છે, જેમાં ડ્રેનેજની કામગીરી કરતા 2 શ્રમિકોના મોત થયાં છે, જ્યારે અન્ય 2 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડની ટિમ તાબડતોડ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટનામાં હજુ પણ એક સફાઇ કર્મચારીની શોધખોળ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે ત્યારે મોતનો આંક વધી શકે તેવી શક્યતા છે. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતાં. ફાયર વિભાગે બે મજૂરો કાઢતા ગૂંગળામણને કારણે તેમની હાલત અત્યંત ગંભીર દેખાતા તેમને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ફાયરવિભાગના અધિકારીઓએ ત્રીજા મજૂરને શોધી રહી છે. પરંતુ હજી સુધી તેની ભાળ મળી નથી. હાલમાં આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.