બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) અમીરગઢ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ટ્રક, મીની લકઝરી અને અલ્ટો વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિકો સહિત વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં 10 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર
 
બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

અમીરગઢ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ટ્રક, મીની લકઝરી અને અલ્ટો વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિકો સહિત વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં 10 વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના ઇકબાલગઢ હાઇવે પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક, મીની લકઝરી અને અલ્ટો કાર ટકરાતા 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ સાથે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇ એલએનટી સ્ટાફ અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 3 વાહનોની ટક્કરથી ચાર લોકો મોતને ભેટતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠા જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે.

બ્રેકિંગ@અમીરગઢ: ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10થી વધુ ઘાયલ

ઘાયલોને ‌108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અમીરગઢ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.