બ્રેકિંગ@અમીરગઢ: મનરેગા કૌભાંડમાં છેતરપિંડીની ફરિયાદ, અનેક કલમો લાગી

અટલ સમાચાર, અમીરગઢ અમીરગઢ તાલુકાના ગામે મનરેગા યોજનામાં કરોડોનું કથિત કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. વડગામ ધારાસભ્યના સનસનીખેજ આક્ષેપ બાદ જિલ્લા તંત્રએ તપાસના આદેશ કર્યા છે. જોકે ગણતરીના કલાકોમાં નાયબ ટીડીઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. છેતરપિંડી અને વિશ્વાસના દૂરૂપયોગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં જવાબદાર કર્મચારી અને પદાધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવા
 
બ્રેકિંગ@અમીરગઢ: મનરેગા કૌભાંડમાં છેતરપિંડીની ફરિયાદ, અનેક કલમો લાગી

અટલ સમાચાર, અમીરગઢ

અમીરગઢ તાલુકાના ગામે મનરેગા યોજનામાં કરોડોનું કથિત કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. વડગામ ધારાસભ્યના સનસનીખેજ આક્ષેપ બાદ જિલ્લા તંત્રએ તપાસના આદેશ કર્યા છે. જોકે ગણતરીના કલાકોમાં નાયબ ટીડીઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. છેતરપિંડી અને વિશ્વાસના દૂરૂપયોગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં જવાબદાર કર્મચારી અને પદાધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવા લખાવ્યું છે. એકસાથે મોટી સંખ્યામાં જોબ કાર્ડ ડિલીટ કર્યા સામે ફરિયાદ દાખલ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા ગ્રામ વિકાસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આજે અચાનક કથિત મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. તપાસ અને પૂર્વ મંજૂરી વિના સરેરાશ 227 જોબકાર્ડ ડિલીટ કર્યાનું સ્પષ્ટ થયું છે. આથી તત્કાલીન ટીડીઓ અને હાલ પાલનપુર તાલુકા પંચાયતમાં નાયબ ટીડીઓ ધર્મેશ વ્યાસે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સરકારી કાગળો સાથે ચેડાં, વિશ્વાસઘાત, છેતરપિંડી અને નાણાંકીય તેમજ વહીવટી ગેરરીતિ પ્રાથમિક તબક્કે જણાઇ આવી છે. આથી જવાબદારો વિરુદ્ધ આઇપીસી કલમ 406, 420, 467 અને 468 હેઠળ ગુન્હો દાખલ થતાં તપાસ શરૂ થઈ છે. જેમાં સરપંચ, તલાટી, તાલુકા આઇઆરડી તેમજ ડીઆરડીએના કર્મચારીઓની પૂછપરછ થઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં ખાનગી રાખવા લગત સૌથી મોટી વાત પણ સામે આવી છે. જેમાં અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ તેની મોટાભાગની વિગતો અકબંધ રહી છે. ફરિયાદની ઓનલાઇન નકલ મેળવવા ઉપર પોલીસ તંત્ર દ્વારા બ્રેક લગાવી છે. સત્તાધિકારી દ્વારા આ કેસને સંવેદનશીલ ગણવામાં આવ્યો હોવાનું કારણ આપી ઓનલાઇન એફઆઇઆર મેળવી શકાતી નથી.