બ્રેકિંગ@અમીરગઢ: ખખડધજ શાળાને તાળું મારી બાળકોના કલેક્ટરમાં ધરણાં

અટલ સમાચાર, અમીરગઢ અમીરગઢ તાલુકાની શાળાની ભયંકર પરિસ્થિતિથી ત્રાસી જઇને વાલીઓ મારફત બાળકો હેડક્વાર્ટર પહોંચી ગયા હતા. ખખડધજ શાળાને તાળું મારી બાળકો વિવિધ બેનરો સાથે કલેક્ટર કચેરીમાં ધરણાં ઉપર બેસી જવાની ઘટના સામે આવી છે. 160થી વધુ વિદ્યાર્થીઓની શાળામાં અપુરતા શિક્ષકો અને ઓરડાનો અભાવ હોવાથી અત્યંત ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી પીડાતા
 
બ્રેકિંગ@અમીરગઢ: ખખડધજ શાળાને તાળું મારી બાળકોના કલેક્ટરમાં ધરણાં

અટલ સમાચાર, અમીરગઢ

અમીરગઢ તાલુકાની શાળાની ભયંકર પરિસ્થિતિથી ત્રાસી જઇને વાલીઓ મારફત બાળકો હેડક્વાર્ટર પહોંચી ગયા હતા. ખખડધજ શાળાને તાળું મારી બાળકો વિવિધ બેનરો સાથે કલેક્ટર કચેરીમાં ધરણાં ઉપર બેસી જવાની ઘટના સામે આવી છે. 160થી વધુ વિદ્યાર્થીઓની શાળામાં અપુરતા શિક્ષકો અને ઓરડાનો અભાવ હોવાથી અત્યંત ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી પીડાતા બાળકોને લઇ વાલીઓ આજે પાલનપુર રજૂઆત કરવા દોડી આવતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@અમીરગઢ: ખખડધજ શાળાને તાળું મારી બાળકોના કલેક્ટરમાં ધરણાં

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાની ખાટીચિત્રા શાળાના બાળકોની દયનિય સ્થિતિ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાળા બની ત્યારથી ઓરડાઓ ન હોવાથી અને 8ની સામે માત્ર 3 શિક્ષકો હોવાથી શિક્ષણનું સ્તર ચિંતાજનક બન્યુ છે. ઓરડા અને શિક્ષકો વગર 160 વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશનમાં નિષ્ફળ જતાં હોઇ ગામલોકો અત્યંત રોષે ભરાયા છે. વારંવારની રજૂઆતને અંતે કોઇ પરિણામ નહિ આવતા આજે શાળાને બંધ કરી બાળકો વાલીઓ સાથે કલેક્ટર કચેરીમાં ધરણાં ઉપર બેસી ગયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સોમવારે શાળા શરૂ થાય તે પહેલા ગામલોકોએ તાળાબંધી કરી પાલનપુર દોડી ગયા હતા. આ દરમ્યાન એક આચાર્ય અને બે શિક્ષકો ગામમાં આવ્યા ત્યારે બાળકો વિનાની સુની શાળામાં તાળું જોઇ ચોંકી ગયા હતા. બાળકોની શોધખોળ કરતા ગામમાંથી જાણવા મળ્યુ કે, વાલીઓ સાથે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. ઘટનામાં સૌથી મોટી વાત સામે આવી છે કે, જીલ્લા અને તાલુકા પંચાયત બાળકોને પાકા ઓરડા અને પુરતાં શિક્ષકો આપવામાં નિષ્ફળ ગઇ છે.

શિક્ષણમાં બાળકોની અત્યંત નાજુક સ્થિતિ હોવાનો ઘટસ્ફોટ

સમગ્ર મામલે શાળાના આચાર્ય હરેશભાઇએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2016થી શાળામાં માત્ર 1 જ પાક્કો ઓરડો છે. બાકીની જગ્યામાં શેડ બાંધી બાળકોને ભણાવાય છે. આ સાથે ધોરણ 1થી 8માં કુલ 170 વિદ્યાર્થીઓ હોવા છતાં માત્ર ત્રણ શિક્ષકો ભણાવી રહ્યા છે. ઘણા વર્ષોથી આ સમસ્યા હોવાથી ગામલોકો પરેશાન બની રજૂઆત કરવા ગયા હશે.