બ્રેકિંગ@બનાસકાંઠા: DDO અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ, પોલીસ દોડી જિલ્લા પંચાયત

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં વર્ષોથી ટેબલ દબાવી બેઠેલા કર્મચારીઓ સંબંધે અટલ સમાચાર ના અહેવાલ બાદ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મંગળવારે ડીડીઓ અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાઇ ગયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસ કાફલો જિલ્લા પંચાયત દોડી ગયો હતો. ઘટનાને પગલે વહીવટી અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લા
 
બ્રેકિંગ@બનાસકાંઠા: DDO અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ, પોલીસ દોડી જિલ્લા પંચાયત

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા 

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં વર્ષોથી ટેબલ દબાવી બેઠેલા કર્મચારીઓ સંબંધે અટલ સમાચાર ના અહેવાલ બાદ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મંગળવારે ડીડીઓ અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાઇ ગયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસ કાફલો જિલ્લા પંચાયત દોડી ગયો હતો. ઘટનાને પગલે વહીવટી અને રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: DDO અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ, પોલીસ દોડી જિલ્લા પંચાયતબનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પિનાબેન ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહ વચ્ચે તાલમેલ બગડ્યો છે. કર્મચારીઓના પોસ્ટિગ ઓર્ડર બાબતે સમાચાર અહેવાલને પગલે દોડધામ મચી હોઇ ભલામણો વધી ગઈ છે. આ દરમિયાન મંગળવારે બપોરે પ્રમુખે વિકાસ સાથે કર્મચારી તેમજ નાગરિક સંબંધિત બાબતે ડીડીઓને ફોન કર્યો હતો.

ડીડીઓના વલણથી નારાજ બનેલા પ્રમુખ પિનાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, નાછૂટકે બરોબરના ધમકાવ્યા હતા. જેમાં ડીડીઓની ઓફિસને તાળાં મારવાનું પણ કહ્યું હતું. જેથી ડીડીઓ મુંઝવણમાં મુકાયા હોઇ પોલીસ બોલાવી હશે. વારંવાર કહેવા છતાં નહિ માનતા ધમકાવવા પડ્યા છે.બ્રેકિંગ@બનાસકાંઠા: DDO અને પ્રમુખ વચ્ચે શાબ્દિક યુધ્ધ, પોલીસ દોડી જિલ્લા પંચાયતજોકે બપોર બાદ ડીડીઓ અને પ્રમુખ વચ્ચે વ્યક્તિગત બેઠક થઈ હતી. જેમાં પોસ્ટિગ ઓર્ડર અને પડતર મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખે આક્રમક વલણ અપનાવ્યું ત્યારે ડીડીઓ ગભરાટમાં મૂકાઈ ગયા હતા. જેથી મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.