બ્રેકિંગ@બનાસકાંઠા: 10માંથી અડધોઅડધ તા.પંચાયતમાં મહિલાઓ કેપ્ટન બની

અટલ સમાચાર,પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાની તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 10 જેટલી તાલુકા પંચાયતોના પરિણામ હાલ સામે આવી રહ્યા છે. જેમાંથી 8 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી તો 2 પંચાયતો ઉપર કોંગ્રેસે સત્તા મેળવી છે. આ તરફ 10માંથી અડધોઅડધ 5 જેટલી તાલુકા પંચાયતોમાં મહિલાઓ કેપ્ટન બની છે. જેમાં અમીરગઢ, ડીસા,
 
બ્રેકિંગ@બનાસકાંઠા: 10માંથી અડધોઅડધ તા.પંચાયતમાં મહિલાઓ કેપ્ટન બની

અટલ સમાચાર,પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જીલ્લાની તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ‌10 જેટલી તાલુકા પંચાયતોના પરિણામ હાલ સામે આવી રહ્યા છે. જેમાંથી 8 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી તો 2 પંચાયતો ઉપર કોંગ્રેસે સત્તા મેળવી છે. આ તરફ 10માંથી અડધોઅડધ 5 જેટલી તાલુકા પંચાયતોમાં મહિલાઓ કેપ્ટન બની છે. જેમાં અમીરગઢ, ડીસા, વાવ, દાંતા અને કાંકરેજમાં મહિલાઓ કેપ્ટન બની છે. તો દિયોદર, વડગામ, સુઇગામ, થરાદ અને ધાનેરામાં પુરૂષો પ્રમુખ બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં હાલની સ્થિતિ 10 જેટલી તાલુકા પંચાયતનો પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં વડગામ, અમીરગઢ, ડીસા, વાવ, સુઇગામ, થરાદ, દીયોદર અને ધાનેરામાં ભાજપે સત્તા મેળવી છે. આ તરફ કોંગ્રેસે 10માંથી માત્ર 2 પંચાયત દાંતા અને કાંકરેજમાં સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ મુજબ 10માંથી માત્ર 2 જ પંચાયત કોંગ્રેસને ફાળે જતાં તાલુકા પંચાયતોની સત્તામાં મોટુ પરિવર્તન આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાની તાલુકા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં 10માંથી 5 મહિલા કેપ્ટન બની છે. અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપ પાયલબેન મોદીપ્રમુખ અને ઉપપ્રમુખ મનહરબા ચૌહાણ, ડીસા તાલુકા પંચાયતમાં ભાજપ વિજાબેન બોકરવાડિયા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રાધાબા મદાજી સોલંકી, વાવ તાલુકા પંચાયતમાં ભાજપના ધુળીબેન રાજપૂત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ગોમતીબેન પટેલ, દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસન જ્યોત્સના બેન તરાલ પ્રમુખ અને ભાજપના નેહલબેન ઠાકોરનો ઉપપ્રમુખ તરીકે વિજય થયો છે.

આ સાથે કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ઠાકોર ક્રિષ્નાબેન રમતુજી અને ઉપપ્રમુખ તરીકે રબારી રામશીભાઇ ખુમાભાઈ, દીયોદરમાં તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉલાડતા ભાજપના ઉત્તમસિંહ વાઘેલા પ્રમુખ ખને ઉપપ્રમુખ તરીકે ભાજપના અમરબેન ચૌહાણ, વડગામ તાલુકા પંચાયતમાં ભાજપના પરથીભાઈ ચૌધરી પ્રમુખ અને ઉપપ્રમુખ પદે સવિતાબેન બેગડીયા, સુઈગામ તાલુકા પંચાયત ભાજપના મેવાભાઈ કલાલ પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે જગદીશ ચૌધરી, થરાદ તાલુકા પંચાયતમાં ભાજપના દાનાભાઈ માળી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ધીરજભાઈ પટેલ અને ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપના સોનાભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કચુંબા ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે.