બ્રેકિંગ@બનાસકાંઠા: હાઇકોર્ટે અપ્રમાણસર મિલ્કત કેસમાં અ.મ.ઇજનેરના જામીન નામંજૂર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી ડીસા ખાતે અગાઉ 42,000ની લાંચ કેસમાં ઝડપાયેલા માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરની જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે. આ પહેલાં પણ આરોપી દ્રારા ડીસા કોર્ટમાં 2 વખત જામીન અરજી મુક્યા બાદ કોર્ટે બંને વખત જામીન અરજી રદ્દ કરી હતી. આ તરફ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુક્યાં બાદ પાટણ
 
બ્રેકિંગ@બનાસકાંઠા: હાઇકોર્ટે અપ્રમાણસર મિલ્કત કેસમાં અ.મ.ઇજનેરના જામીન નામંજૂર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

ડીસા ખાતે અગાઉ 42,000ની લાંચ કેસમાં ઝડપાયેલા માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરની જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે. આ પહેલાં પણ આરોપી દ્રારા ડીસા કોર્ટમાં 2 વખત જામીન અરજી મુક્યા બાદ કોર્ટે બંને વખત જામીન અરજી રદ્દ કરી હતી. આ તરફ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુક્યાં બાદ પાટણ ACB PIએ મજબૂત પુરાવાઓ સાથે સોગંદનામું રજુ કર્યુ હતુ. જે આધારે ગુજરાત હાઇકોર્ટે આરોપી અધિક મદદનીશ ઇજનેરના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે. નોંધનિય છે કે, લાંચ કેસમાં ઝડપાયેલ અધિક મદદનીશ ઇજનેર છેલ્લા 201 દિવસથી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@બનાસકાંઠા: હાઇકોર્ટે અપ્રમાણસર મિલ્કત કેસમાં અ.મ.ઇજનેરના જામીન નામંજૂર કર્યા

બનાસકાંઠા જીલ્લાના દિયોદર પેટા વિભાગમા માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર રાહુલ પટેલ અગાઉ 8-8-2020ના રોજ ACBના છટકામાં ઝડપાયા છે. પાટણ ACB PI જે.પી.સોલંકીએ ટ્રેપ ગોઠવી રાહુલ પટેલને 42,000ની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. જે બાદમાં તપાસ દરમ્યાન તેમની પાસેથી કાયદેસરની આવક કરતાં 73,13,229 વધુ જણાઇ આવ્યા હતા. જે તેઓની આવક કરતાં 124.67 ટકા હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો છે. આ તરફ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલાં રાહુલ પટેલે 2 વખત ડીસા કોર્ટમાં જામીન મુક્યા બાદ કોર્ટે નામંજૂર કરી હતી.

બ્રેકિંગ@બનાસકાંઠા: હાઇકોર્ટે અપ્રમાણસર મિલ્કત કેસમાં અ.મ.ઇજનેરના જામીન નામંજૂર કર્યા
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસાની કોર્ટે આરોપીની 2 વખત જામીન અરજી નાંમજૂર કર્યા બાદ આજે ગુજરાત હાઇકાર્ટે પણ તેની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી ઇસમ સામે વર્ષ 2020ના ઓગષ્ટ મહિનામાં બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે ભ્ર.નિ.અધિનિયમ 1988ની કલમ 7, 13(1)(A), 13(2) મુજબ ગુનો નોંધાયો હતો. આ તરફ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતાં પાટણ ACB PI જે.પી.સોલંકીએ સોગંદનામું ફાઇલ કર્યુ હતુ. જેમાં આરોપી વિરૂધ્ધ દસ્તાવેજી, સાંયોગીક, ફોરેન્સિક અને ટેક્નિકલ પુરાવાઓને ધ્યાને લઇ સરકારી વકીલે મનન મહેતાની દલીલોને ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: હાઇકોર્ટે અપ્રમાણસર મિલ્કત કેસમાં અ.મ.ઇજનેરના જામીન નામંજૂર કર્યા
જાહેરાત