બ્રેકિંગ@બનાસકાંઠા: સરપંચે અવિશ્વાસથી બચવા સભ્યોને 90 હજારમાં તોડ્યાની રાવ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે સરપંચ વિરૂધ્ધ અગાઉ થયેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે સૌથીમોટી બાબત સામે આવી છે. વિશ્વાસનો મત લેવાય તે પહેલા એક સભ્યએ સનસનીખેજ રજૂઆત કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સોનગઢના સરપંચે અવિશ્વાસથી બચવા ચાર સભ્યોને 90 હજારની રકમ આપી તોડી દીધા હોવાની ગંભીર ફરીયાદ ટીડીઓને કરવામાં આવી છે. ઘટનાને
 
બ્રેકિંગ@બનાસકાંઠા: સરપંચે અવિશ્વાસથી બચવા સભ્યોને 90 હજારમાં તોડ્યાની રાવ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે સરપંચ વિરૂધ્ધ અગાઉ થયેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે સૌથીમોટી બાબત સામે આવી છે. વિશ્વાસનો મત લેવાય તે પહેલા એક સભ્યએ સનસનીખેજ રજૂઆત કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સોનગઢના સરપંચે અવિશ્વાસથી બચવા ચાર સભ્યોને 90 હજારની રકમ આપી તોડી દીધા હોવાની ગંભીર ફરીયાદ ટીડીઓને કરવામાં આવી છે. ઘટનાને પગલે નાના અમથા ગામમાં મોટો રાજકીય ભૂંકપ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@બનાસકાંઠા: સરપંચે અવિશ્વાસથી બચવા સભ્યોને 90 હજારમાં તોડ્યાની રાવ

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના સોનગઢ ગ્રામ પંચાયત સરપંચ સહિલાબેન ઇસ્માઇલભાઇ અથાણિયા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત થયેલી છે. જેમાં કુલ ચાર સભ્યોએ સરપંચ વિરૂધ્ધ નાણાંકીય ગેરરીતિના આક્ષેપ કરી હોદ્દા ઉપરથી દૂર કરવા કવાયત હાથ ધરી હતી. આ તરફ તાલુકા પંચાયતે અવિશ્વાસની દરખાસ્ત મામલે આગામી દિવસે બેઠક બોલાવતા સરપંચે દોડધામ કરી હતી. જેમાં અવિશ્વાસ પ્રગટ કરનાર ચાર પૈકી એક સભ્યએ ફરીથી સરપંચ વિરૂધ્ધ ચોંકાવનારી ફરીયાદ કરતા ચકચાર મચી ગઇ છે.

બ્રેકિંગ@બનાસકાંઠા: સરપંચે અવિશ્વાસથી બચવા સભ્યોને 90 હજારમાં તોડ્યાની રાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સોનગઢ ગ્રામ પંચાયતના સભ્ય સતીષભાઇ મોગરોળા, સાલેહાબેન સુડલીયા, ભીખીબેન રાઠોડ, કાન્તાબેન ઠાકોર અને જાવીદશા હિંગોળજા સહિતનાએ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રગટ કર્યો છે. જેમાં વિશ્વાસ મત લેવાય તે પહેલા ચાર પૈકી જાવિદશાએ પોતાના સાથી સભ્યોને 90 હજારમાં તોડી દેવામાં આવ્યા હોવાની રજૂઆત કરી છે. 4 સભ્યને આર્થિક લાલચ આપી સમાધાન કરવા સરપંચે સંમત કરી દીધા હોવાની ટીડીઓને ફરીયાદ કરવામાં આવતા રાજકીય ઘમાસાણ મચી ગયુ છે.