બ્રેકિંગ@બનાસકાંઠા: તત્કાલીન ચેકડેમ કૌભાંડમાં Dy.DDOને શો-કોઝ નોટીસ

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકામાં 7 વર્ષ અગાઉના ચેકડેમ કૌભાંડની ફરી એકવાર અસર સામે આવી છે. DDOની સુચનાને પગલે અમીરગઢ TDO દ્વારા તત્કાલીન TTO અને હાલ રાજકોટ Dy.DDOને શો-કોઝ નોટીસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે મદદનીશ ઇજનેર અને ગત વિધાનસભા ચુંટણીમાં ટીકીટના દાવેદાર ગોવિંદ ચૌધરીનો પણ ખુલાસો પુછવામાં આવતા
 
બ્રેકિંગ@બનાસકાંઠા: તત્કાલીન ચેકડેમ કૌભાંડમાં Dy.DDOને શો-કોઝ નોટીસ

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકામાં 7 વર્ષ અગાઉના ચેકડેમ કૌભાંડની ફરી એકવાર અસર સામે આવી છે. DDOની સુચનાને પગલે અમીરગઢ TDO દ્વારા તત્કાલીન TTO અને હાલ રાજકોટ Dy.DDOને શો-કોઝ નોટીસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે મદદનીશ ઇજનેર અને ગત વિધાનસભા ચુંટણીમાં ટીકીટના દાવેદાર ગોવિંદ ચૌધરીનો પણ ખુલાસો પુછવામાં આવતા મામલો ગરમાયો છે.

અમીરગઢ તાલુકાના ઇશવાણી ગામે વર્ષ 2012-13માં સરેરાશ પાંચ લાખના ખર્ચે ભ્રષ્ટાચારનો ચેકડેમ બનાવાયો હતો. જેમાં તપાસ ટીમે કસુરવારો પાસેથી નાણાંની રીકવરી કરી હતી. જોકે, જવાબદારો સામે કડક કાર્યવાહી નહી થતા તાજેતરમાં જીલ્લા પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે બનાસકાંઠા DDOએ અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીને ખુલાસો પુછવા આદેશ કર્યો હતો.

અમીરગઢ TDO દ્વારા તત્કાલીન TDO અને હાલ રાજકોટ જીલ્લા પંચાયતમાં Dy.DDO આર.બી.ખરાડીને શો-કોઝ નોટીસ ફટકારી છે. જેમાં ચેકડેમ કૌભાંડ મામલે ભુમિકા સ્પષ્ટ કરી ખુલાસો પુછવામાં આવતા બનાસકાંઠાની અસર રાજકોટ જીલ્લા પંચાયત સુધી પહોંચી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, તત્કાલીન TDO સાથે તત્કાલીન અમીરગઢ અને હાલ દાંતા તાલુકા પંચાયતના મદદનીશ ઇજનેરનો પણ ખુલાસો પુછાયો છે.

મદદનીશ ઇજનેર ધારાસભ્યની ટીકીટના દાવેદાર હતા

અમીરગઢ તાલુકા પંચાયતના તત્કાલીન ઇજનેરની બદલી દાંતા તાલુકા પંચાયતમાં થયેલી છે. મદદનીશ ઇજનેર ગોવિંદ ચૌધરી ગત વિધાનસભા ચુંટણીમાં ધારાસભ્યની ટીકીટ માટેના પ્રબળ દાવેદાર બન્યા હતા. જોકે, કોઇ કારણસર ટીકીટ નહી મળતા મદદનીશ ઇજનેર તરીકે યથાવત રહયા છે. ગોવિંદ ચૌધરીને ખુલાસો પુછતા જવાબ કરી દીધો હોવાનું TDOએ જણાવ્યુ હતુ.

સંબંધિત કર્મચારી અધિકારીઓનો ખુલાસો લેવાનો છે

સમગ્ર મામલે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, ચેકડેમ કૌભાંડની રકમ રીકવર થઇ ગઇ છે. જોકે, ડીડીઓના આદેશને પગલે સંબંધિત કર્મચારી અને અધિકારીઓનો ખુલાસો લેવાનો છે.