બ્રેકિંગ@બનાસકાંઠા: પારદર્શક વહીવટની ચેલેન્જ, કોન્સ્ટેબલ તુરંત સસ્પેન્ડ

અટલ સમાચાર, મહેસાણા વડગામ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હાઈવે પર ખુલ્લેઆમ હપ્તા લેતો વિડીયોમાં ઝડપાઇ ગયો હતો. જેના સમાચાર અહેવાલ સામે બનાસકાંઠા પોલીસની છબી સવાલો વચ્ચે આવી હતી. આથી એસપીએ પારદર્શક વહીવટની ખાત્રી આપ્યાનો નિર્ણય કર્યો છે. હપ્તાખોર કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ થયા છે. સમગ્ર મામલે પાલનપુર ડીવાયએસપી હવે તપાસ હાથ ધરશે. અટલ
 
બ્રેકિંગ@બનાસકાંઠા: પારદર્શક વહીવટની ચેલેન્જ, કોન્સ્ટેબલ તુરંત સસ્પેન્ડ

અટલ સમાચાર, મહેસાણા

વડગામ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હાઈવે પર ખુલ્લેઆમ હપ્તા લેતો વિડીયોમાં ઝડપાઇ ગયો હતો. જેના સમાચાર અહેવાલ સામે બનાસકાંઠા પોલીસની છબી સવાલો વચ્ચે આવી હતી. આથી એસપીએ પારદર્શક વહીવટની ખાત્રી આપ્યાનો નિર્ણય કર્યો છે. હપ્તાખોર કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ થયા છે. સમગ્ર મામલે પાલનપુર ડીવાયએસપી હવે તપાસ હાથ ધરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ મથકના હદ વિસ્તારમાં પોલીસ તપાસ હોવાની સ્થિતિ બની હતી. જેમાં કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રહેવર હાઇવે પર વાહન ચેકીંગ દરમ્યાન હપ્તો ઉઘરાવે છે. જેમાં રૂપિયા 300 ઉઘરાવી વચેટિયા પાસે ગણાવી લે છે. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. જેના સમાચાર અહેવાલ બાદ એસપી સહિતના અધિકારીઓ ચોંકી ગયા છે. તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલ વિરુદ્ધ પગલાં ભરી વહીવટી કાર્યવાહી તેજ કરી છે.

કોન્સ્ટેબલની હરકતને કારણે બનાસકાંઠા જિલ્લા પોલીસ સામે પારદર્શક વહીવટનો સવાલ ઉભો થયો હતો. આથી એસપી તરૂણ દુગ્ગલે તુરંત કોન્સ્ટેબલ રહેવરને સસ્પેન્ડ કરી દીધો છે. આ સાથે પાલનપુર ડીવાયએસપીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. હપ્તાખોર કોન્સ્ટેબલના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.