બ્રેકિંગ@બેચરાજી: ઉદ્યોગોને જમીન આપવા ગામલોકો નારાજ, તંત્રની લોકસુનાવણી રદ્દ

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના ચાંદણકી ગામે સ્પેશ્યલ ઇન્સવેસ્મેન્ટ રીઝિયોનલ ડેવલોપમેન્ટ દ્વારા લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે બેચરાજી-માંડલ આજુબાજુના ગ્રામજનોએ ભારે વિરોધ કરતા પ્રદુષણ નિયત્રંણ અધિકારી અને અધિક કલેક્ટરે સુનાવણી મોકુફ કરી ચાલતી પકડી હતી. બેચરાજી તાલુકાના ગામડાઓનો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ વિઝનમાં સમાવેશ થતો હોવાથી ચાંદણકી સહિતના ગ્રામજનોએ મનાઇ ફરમાવી છે. મહેસાણા જીલ્લાના બેચરાજી
 
બ્રેકિંગ@બેચરાજી: ઉદ્યોગોને જમીન આપવા ગામલોકો નારાજ, તંત્રની લોકસુનાવણી રદ્દ

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના ચાંદણકી ગામે સ્પેશ્યલ ઇન્સવેસ્મેન્ટ રીઝિયોનલ ડેવલોપમેન્ટ દ્વારા લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે બેચરાજી-માંડલ આજુબાજુના ગ્રામજનોએ ભારે વિરોધ કરતા પ્રદુષણ નિયત્રંણ અધિકારી અને અધિક કલેક્ટરે સુનાવણી મોકુફ કરી ચાલતી પકડી હતી. બેચરાજી તાલુકાના ગામડાઓનો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ વિઝનમાં સમાવેશ થતો હોવાથી ચાંદણકી સહિતના ગ્રામજનોએ મનાઇ ફરમાવી છે.

બ્રેકિંગ@બેચરાજી: ઉદ્યોગોને જમીન આપવા ગામલોકો નારાજ, તંત્રની લોકસુનાવણી રદ્દ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ચાંદણકી ગામે મંગળવારે પ્રદુષણ બોર્ડ અને મહેસાણા વહીવટી તંત્ર દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ ગ્રામજનોએ અત્યંત નારાજગી બતાવી ઉદ્યોગપતિઓ ધરતી લુંટતા હોવાનો આક્ષેપ કરી હોબાળો કરતા અંતે નિયત્રંણ અધિકારી અને અધિક કલેક્ટરે સુનાવણી મોકુફ કરવી પડી હતી.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, કોઇપણ જાતના પ્રચાર-પસાર કર્યા વગર આ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેચરાજી તાલુકાના ગામડાઓનો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ વિઝનમાં સમાવેશ થતો હોવાથી ચાંદણકી સહિતના ગામોના લોકોએ પોતાની જમીન કોઇપણ સંજોગોમાં ઉદ્યોગપતિઓને આપવા માંગતા ન હોવાથી તેમણે ભારે વિરોધ કરતા અંતે સુનાવણી રદ્દ કરવી પડી હતી.