બ્રેકિંગ@ભાભર: છકડો-બાઇક ટકારાતાં એકનું ઘટના સ્થળે મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે ભાભર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયાનું સામે આવ્યુ છે. બપોરના સમયે તેતરવા-રડકા માર્ગ પર બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. તો અન્ય એક ને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ
 
બ્રેકિંગ@ભાભર: છકડો-બાઇક ટકારાતાં એકનું ઘટના સ્થળે મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે ભાભર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયાનું સામે આવ્યુ છે. બપોરના સમયે તેતરવા-રડકા માર્ગ પર બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. તો અન્ય એક ને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સુઇગામ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ભાભર: છકડો-બાઇક ટકારાતાં એકનું ઘટના સ્થળે મોત, 1 ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના તેતરવા-રડકા માર્ગ પર બપોરે બાઇક અને છકડાના અકસ્માતની ઘટના સામે આવી છે. સુઇગામ તાલુકાના કુંભારખા ગામના મુકેશભાઇ રાયમલભાઇ ચૌધરી બાઇક લઇને પસાર થતાં હતા. આ દરમ્યાન તેતરવા-રડકા પાસે અકસ્માત સર્જાતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ ભરડવા ગામના જેતાભાઇ પાંચાભાઇ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બ્રેકિંગ@ભાભર: છકડો-બાઇક ટકારાતાં એકનું ઘટના સ્થળે મોત, 1 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વચ્ચે અનલોકમાં અપાયેલી છૂટને કારણ વાહન વ્યવહાર શરૂ થતાં છાશવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આજે બપોરના સમયે છકડો અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ સુઇગામ પીએસઆઇ પરમારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સુઇગામ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.