બ્રેકિંગ@ભીલડી: સામાન્ય વરસાદથી માર્ગો તળાવમાં ફેરવાયા, તંત્ર નિંદ્રાધીન

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) બનાસકાંઠા જીલ્લામાં ગત મોડી સાંજે આવેલ વરસાદથી માર્ગો પણ પાણી ભરાઇ જવાની સમસ્યાઓ સામે આવી છે. ભીલડીના સોયલા રોડ પર આવેલ પંચવટી સોસાયટી નજીકથી પસાર થતા માર્ગો જાણે તળાવમાં ફેરવાઇ ગયા છે. માત્ર સામાન્ય વરસાદથી આવા હાલ છે તો ભારે વરસાદ આવે તો શું થાય તેવો સવાલ સ્થાનિકોને સતાવી રહયો છે.
 
બ્રેકિંગ@ભીલડી: સામાન્ય વરસાદથી માર્ગો તળાવમાં ફેરવાયા, તંત્ર નિંદ્રાધીન

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જીલ્લામાં ગત મોડી સાંજે આવેલ વરસાદથી માર્ગો પણ પાણી ભરાઇ જવાની સમસ્યાઓ સામે આવી છે. ભીલડીના સોયલા રોડ પર આવેલ પંચવટી સોસાયટી નજીકથી પસાર થતા માર્ગો જાણે તળાવમાં ફેરવાઇ ગયા છે. માત્ર સામાન્ય વરસાદથી આવા હાલ છે તો ભારે વરસાદ આવે તો શું થાય તેવો સવાલ સ્થાનિકોને સતાવી રહયો છે.

બ્રેકિંગ@ભીલડી: સામાન્ય વરસાદથી માર્ગો તળાવમાં ફેરવાયા, તંત્ર નિંદ્રાધીન

ડીસા તાલુકાના ભીલડી થી સોયલા જવાના માર્ગ પર સામાન્ય વરસાદથી તળાવ ભરાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ભીલડીની પંચવટી સોસાયટી અને ગોગામઢ સ્કુળ આગળ વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો સરપંચ સામે રોષ ઠાલવીને ચુંટણી વખતના વાયદા ભુલી ગયા હોવાના આક્ષેપો કરી રહયા છે.