બ્રેકિંગ@ભિલોડા: મહિલાના શંકાસ્પદ મોતમાં લાશની અંતિમક્રિયા લટકી

અટલ સમાચાર, મહેસાણા ભિલોડા સહિતના તાલુકાઓમાં વારંવાર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી રહી છે. જુની તપાસમાં પરિણામ સામે આવે તે પહેલા વધુ એક મહિલા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મહિલાનું મોત અત્યંત શંકાસ્પદ હોઇ પરિવારજનોએ ન્યાય માટે લડત આદરી છે. ચાર દિવસથી લાશની અંતિમક્રિયા અધ્ધરતાલ રહેતા કોલેજીયન યુવતિની જેમ મામલો ગંભીર બન્યો છે.
 
બ્રેકિંગ@ભિલોડા: મહિલાના શંકાસ્પદ મોતમાં લાશની અંતિમક્રિયા લટકી

અટલ સમાચાર, મહેસાણા

ભિલોડા સહિતના તાલુકાઓમાં વારંવાર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી રહી છે. જુની તપાસમાં પરિણામ સામે આવે તે પહેલા વધુ એક મહિલા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મહિલાનું મોત અત્યંત શંકાસ્પદ હોઇ પરિવારજનોએ ન્યાય માટે લડત આદરી છે. ચાર દિવસથી લાશની અંતિમક્રિયા અધ્ધરતાલ રહેતા કોલેજીયન યુવતિની જેમ મામલો ગંભીર બન્યો છે. મહિલાના પરિજનો પોલીસ વ્યવસ્થા સામે નારાજ બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા પાસે હાથમતી નદીના કિનારે ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક મહિલા પોશીનાના મતરવાડા ગામની રમીબેન કિશનભાઈ પરમાર(32 વર્ષીય) હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ. 22મી તારીખે મહિલા 100 રૂપિયા ભાડુ લઈને તેના પિતાના ઘરે જવા નીકળી હતી. જોકે ઘેર પહોંચે તે પહેલા 24મી જાન્યુઆરીએ ઝાડ ઉપરથી લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવને પગલે મૃતકના સાસરીપક્ષના અને પોશીના તાલુકાના પિયરપક્ષના સબંધીઓ દોડી પહોંચ્યા હતા. આ પછી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશનો કબજો લીધો હતો. જો કે લાશ ઘરે લઈ ગયા બાદ મહિલાની હત્યા થઈ હોવાની આશંકાને પગલે ચાર દિવસથી અંતિમવિધિ કરવામાં આવી નથી.

સમગ્ર મામલે ભિલોડા પીએસઆઈએ જણાવ્યુ હતુ કે, મહિલાની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. લાશનુ પીએમ કરાવાતાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનુ પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યુ છે. નોંધનિય છે કે, છેલ્લા ચાર દિવસથી મહિલાની લાશ માતરવાડા ગામે મુકી રાખવામાં આવી છે અને જ્યાં સુંધી ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય લેવામાં આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જીલ્લામાં મહિલાઓ અને યુવતિઓના તેમજ યુવાનોના મોત વારંવાર શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યુ છે. હત્યા કરવાની ચોક્કસ મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે આરોપીઓ પુરાવા નાશ કરવા ચાલ રમી રહ્યા હોવાનું મનાય છે. તાજતેરમાં મળી આવેલ અનેક લાશ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં સામે આવે છે. આવી સ્થિતિમાં હત્યા કે આત્મહત્યા ? ઝડપથી સિધ્ધ થઇ શકતું નથી. મૃતકના પરિજનો હત્યા થઇ હોવાની ધારદાર દલીલ સાથે લડત આપી રહ્યા છે.