બ્રેકિંગ@ચાણસ્મા: પાલિકામાં ACBની ટ્રેપ, હંગામી કર્મચારી 5,000ની લાંચમાં ઝબ્બે

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા નગરપાલિકાના હંગામી સમાજ સંગઠક આજે ACBના છટકામાં આવ્યા છે. સમાજ સંગઠકે ફરીયાદી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ સહાયના હપ્તા રીલીઝ કરવા લાંચ માંગી હતી. જે બાદમાં ફરીયાદ નાણાં આપવા ઇચ્છુક ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. આજે બપોરે ચાણસ્મા પાલિકામાં ટ્રેપ ગોઠવી સમાજ સંગઠકને લાંચની રકમ
 
બ્રેકિંગ@ચાણસ્મા: પાલિકામાં ACBની ટ્રેપ, હંગામી કર્મચારી 5,000ની લાંચમાં ઝબ્બે

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા નગરપાલિકાના હંગામી સમાજ સંગઠક આજે ACBના છટકામાં આવ્યા છે. સમાજ સંગઠકે ફરીયાદી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ સહાયના હપ્તા રીલીઝ કરવા લાંચ માંગી હતી. જે બાદમાં ફરીયાદ નાણાં આપવા ઇચ્છુક ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. આજે બપોરે ચાણસ્મા પાલિકામાં ટ્રેપ ગોઠવી સમાજ સંગઠકને લાંચની રકમ સ્વિકારતાં રંગેહાથે ઝડપી લીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા નગરપાલિકામાં કરાર આધારિત સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતાં રમેશભાઇ વસરામભાઇ દેસાઇ(ઉ.વ.51)(રહે.છેટાસણા,તા.બેચરાજી, જી.મહેસાણા) આજે લાંચ લેતા ઝડપાયા છે. પંથકના ફરીયાદીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજુર થયેલ હતી. જેથી સહાયના હપ્તા રિલીઝ કરવા રમેશભાઇએ ફરીયાદી પાસે લાંચ પેટે રૂ.5,000ની માંગ કરી હતી. આ તરફ ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

બ્રેકિંગ@ચાણસ્મા: પાલિકામાં ACBની ટ્રેપ, હંગામી કર્મચારી 5,000ની લાંચમાં ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની સહાય મંજૂર થયેલી હોવા છતાં હપ્તાં રીલીઝ કરવા સમાજ સંગઠકે લાંચ માંગતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ACB બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિજન હેઠળ પાટણ ACB PI એચ.એસ.આચાર્યએ નગરપાલિકામાં ટ્રેપ ગોઠવી હતી. જ્યાં પાલિકામાં જ આરોપી રમેશભાઇ લાંચની રકમ રૂ.5,000 સ્વિકારતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા.