બ્રેકિંગ@ચાણસ્મા: રાત્રે વાવાઝોડાની રમઝટ, બસસ્ટેન્ડનો સેડ તુટીને ફંગોડાયો

અટલ સમાચાર, બેચરાજી પાટણ અને ચાણસ્મા શહેરમાં રાત્રે અચાનક વાવાઝોડું આવતા દોડધામ મચી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં અસ્તવ્યસ્ત કરી દીધાની વિગતો સામે આવી છે. ચાણસ્મા શહેરમાં જૂના બસ સ્ટેન્ડનો આખો સેડ ઉડીને તૂટી ગયો હતો. મુસાફરોનો ઘસારો ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હજુપણ યથાવત હોવાની આશંકા વ્યક્ત થઈ છે. પાટણ
 
બ્રેકિંગ@ચાણસ્મા: રાત્રે વાવાઝોડાની રમઝટ, બસસ્ટેન્ડનો સેડ તુટીને ફંગોડાયો

અટલ સમાચાર, બેચરાજી

પાટણ અને ચાણસ્મા શહેરમાં રાત્રે અચાનક વાવાઝોડું આવતા દોડધામ મચી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં અસ્તવ્યસ્ત કરી દીધાની વિગતો સામે આવી છે. ચાણસ્મા શહેરમાં જૂના બસ સ્ટેન્ડનો આખો સેડ ઉડીને તૂટી ગયો હતો. મુસાફરોનો ઘસારો ન હોવાથી જાનહાનિ ટળી હતી.

ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હજુપણ યથાવત હોવાની આશંકા વ્યક્ત થઈ છે. પાટણ જિલ્લામાં રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં હાઇવે પરના વાહનચાલકો માટે જોખમી સ્થિતિ બની હતી. જ્યારે ચાણસ્મા શહેરમાં તો અફરાતફરી મચી જવા પામી હતી.

ચાણસ્મા શહેરમાં આવેલા નવીન બસ સ્ટેન્ડ સામે જુનું સ્ટેન્ડ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે બનાવેલ સ્ટેન્ડનો પતરાવાળો સેડ ઉડીને સ્થળ ઉપર તૂટી પડ્યો હતો. ઘટનાને પગલે નજીકના લોકો હેબતાઈ ગયા હતા. જોકે મુસાફરો નહિવત્ હોવાથી જાનહાનિ ટળી હતી. 4થી5 મિનિટમાં વાવાઝોડાની અસર દૂર થઈ હતી.