બ્રેકિંગ@ચાણસ્મા: કાર્યક્રમમાં પ્રથમ નાગરિકનું અપમાન થતાં સરપંચો વિફર્યા

અટલ સમાચાર, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઓએનજીસી દ્રારા લોક સુનાવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને લગતાં પ્રશ્નોનું સુખદ નિવારણ થાય તે પહેલા મોટો હોબાળો મચી ગયો છે. ગામના પ્રથમ નાગરિકની ગરિમા નહિ જળવાતાં પંથકના ખેડૂત સહિત સરપંચો વિફર્યા હતા. સ્ટેજ ઉપર સરપંચનું સ્થાન ન હોવાથી કાર્યક્રમનો બહિષ્કાર કરાયો હતો. ગણતરીની
 
બ્રેકિંગ@ચાણસ્મા: કાર્યક્રમમાં પ્રથમ નાગરિકનું અપમાન થતાં સરપંચો વિફર્યા

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઓએનજીસી દ્રારા લોક સુનાવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને લગતાં પ્રશ્નોનું સુખદ નિવારણ થાય તે પહેલા મોટો હોબાળો મચી ગયો છે. ગામના પ્રથમ નાગરિકની ગરિમા નહિ જળવાતાં પંથકના ખેડૂત સહિત સરપંચો વિફર્યા હતા. સ્ટેજ ઉપર સરપંચનું સ્થાન ન હોવાથી કાર્યક્રમનો બહિષ્કાર કરાયો હતો. ગણતરીની મિનીટોમાં ખુરશીઓ ખાલી થઇ જતાં અધિકારીઓને પણ રવાના થવુ પડ્યું હતુ.

બ્રેકિંગ@ચાણસ્મા: કાર્યક્રમમાં પ્રથમ નાગરિકનું અપમાન થતાં સરપંચો વિફર્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઓએનજીસી અને વહીવટી તંત્ર દ્રારા લોક સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં ઓએનજીસી માટે જમીન આપનાર ખેડૂતો તેમજ ઓઇલ કુવાઓની નજીકના ખેડૂતોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાની હતી.

બ્રેકિંગ@ચાણસ્મા: કાર્યક્રમમાં પ્રથમ નાગરિકનું અપમાન થતાં સરપંચો વિફર્યા

એકદમ નાનકડી જગ્યામાં અને બહોળી પ્રસિધ્ધિ વિના કાર્યક્રમ કરવા સામે સવાલો ઉભા થયા હતા. આ દરમ્યાન સ્ટેજ ઉપર દાંતકરોડી ગામના મહિલા સરપંચ સવિતાબેન દેસાઇને સ્થાન નહિ અપાતાં અન્ય સરપંચો વિફર્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હારીજ અને ચાણસ્મા તાલુકા સહિત પાટણ જીલ્લાના અનેક ખેડૂતો સાથે સરપંચો પણ ઉમટી પડ્યા હતા. જોકે ઓએનજીસીનું ખેડૂતો પ્રત્યેનું વલણ અત્યંત નકારાત્મક હોવાનો આક્ષેપ થયો છે.

બ્રેકિંગ@ચાણસ્મા: કાર્યક્રમમાં પ્રથમ નાગરિકનું અપમાન થતાં સરપંચો વિફર્યા

આ સાથે ઓએનજીસી માત્ર ખર્ચા ઉધારવા માટે આ કાર્યક્રમ ગોઠવી હકીકતે પ્રશ્નોનું નિરાકરણ લાવતી ન હોવાનો આક્ષેપ સરપંચોએ કર્યો હતો. આથી સ્થળ ઉપરથી બહાર નીકળી સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં કલેક્ટર કચેરીથી આવેલ અધિકારીને રજૂઆત કરી ખેડૂતો અને સરપંચો કાર્યક્રમ છોડી નિકળી ગયા હતા.