આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છોટાઉદેપુર નજીક આવેલા બોડેલી-વડોદરા રોડ પર મધ્યપ્રદેશથી વડોદરા જતી કાર અને એસ.ટી.બસ ધડાકાભેર અથડાતા હાઈવે મોતની કીકીયારીઓથી હચમચી ઉઠ્યો હતો, અકસ્માતની આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં હતા.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

એસ.ટી.બસ વડોદરાથી છોટાઉદેપુર જઈ રહી હતી ત્યારે બોડેલી-વડોદરા રોડ પર જતી કાર ધડાકા સાથે એસ.ટી નિગમની સ્લીપર કોચ બસ સાથે અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે બસનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ચારેય મૃતકો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાન રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી બચાવ કામગીરીમાં જોતરાયા હતા અને ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી, તો પોલીસ પણ તાત્કિલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી હતી. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code