બ્રેકિંગ@કોરોના: કાળજી રાખીને ગંજબજાર ચાલુ કરો, અનાજના અછતની ચિંતા

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસનો હાહાકાર ચાલી રહ્યો હોઇ પરિસ્થિતિ ચિંતાજનક મોડમાં આવી છે. દેશભરમાં લોકડાઉન હોવાથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય બધું જ બંધ છે. જોકે આ દરમ્યાન ગંજબજારમાં ખરીદ વેચાણ બંધ કરી દેતાં અનાજના અછતને લઇ ચિંતા બની છે. આથી શરતોને આધીન નિયામકે પરિપત્ર કરી ગંજબજાર ચાલુ કરવા આદેશ કર્યો છે. ખૂબ જ કાળજી રાખીને
 
બ્રેકિંગ@કોરોના: કાળજી રાખીને ગંજબજાર ચાલુ કરો, અનાજના અછતની ચિંતા

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસનો હાહાકાર ચાલી રહ્યો હોઇ પરિસ્થિતિ ચિંતાજનક મોડમાં આવી છે. દેશભરમાં લોકડાઉન હોવાથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય બધું જ બંધ છે. જોકે આ દરમ્યાન ગંજબજારમાં ખરીદ વેચાણ બંધ કરી દેતાં અનાજના અછતને લઇ ચિંતા બની છે. આથી શરતોને આધીન નિયામકે પરિપત્ર કરી ગંજબજાર ચાલુ કરવા આદેશ કર્યો છે. ખૂબ જ કાળજી રાખીને ગંજબજાર ધમધમતા કરવા તમામ યાર્ડના સત્તાધીશોને જણાવી દીધું છે.

ગુજરાતભરમાં કોરોના વાયરસને પગલે લોકો ઘરબંધી હેઠળ છે. આગામી 20 દિવસ સુધી બંધ હોઇ આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ યથાવત રાખવા દોડધામ શરૂ થઈ છે. કોરોના વાયરસનો સંક્રમણ સ્થગિત કરવા તમામ યાર્ડ બંધ થયેલા છે. જોકે આનાથી અનાજ સહિત કૃષિ પાકોનું ખરીદ વેચાણ ઠપ્પ થઇ ગયું છે. આવી સ્થિતિમાં અનાજની અછત ન સર્જાય તે માટે રાજ્ય નિયામકે કાળજી રાખી તમામ ગંજબજાર ધમધમતા કરવા આદેશ કરી દીધો છે. જેમાં જરૂરી બાબતો પહેલા ગોઠવી દીધા બાદ તેનું પાલન કરવા ખાસ ભલામણ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તકેદારીના ભાગરૂપે ગંજબજારમાં સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા, એકબીજાથી અંતર રાખવું, સ્વચ્છતા જાળવ્યા પછી જ ખરીદ વેચાણ કરવા જણાવ્યું છે. લોકડાઉનમા અનાજ, કઠોળ અને તેલીબિયાની અછત ન થાય તે માટે સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી ગંજબજાર ચાલુ કરવા આદેશ કર્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે વધુ એક નિર્ણયમાં વળાંક આવ્યો છે.