આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસના વધતા પ્રકોપના કારણે સરકાર શક્ય તેવા દરેક પ્રયાસ કરવા માટે લાગી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહ્યાં પ્રમાણે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને સ્થાનિક નિર્માતાઓ સાથે મળીને આગામી 2 મહિનામાં 30 હજાર વેન્ટિલેટર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. નોઈડાના એગ્વા હેલ્થકેરને એક મહિનામાં 10 હજાર વેન્ટિલેટર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાંથી એપ્રિલના બીજા સપ્તાહમાં સપ્લાઈ થવાની આશા છે. DRDO આગામી સપ્તાહથી દરરોજ 20 હજાર N-99 માસ્ક બનાવવાનું શરૂ કરશે. સાથે જ બે ઘરેલું નિર્માતા રોજ 50 હજાર N-95 માસ્ક બનાવી રહ્યા છે. એક અંદાજ મુજબ N-95 માસ્ક ઉપલબ્ધ છે. આ ઉપરાંત બે દિવસમાં 2 લાખ માસ્ક વહેંચાઈ ચુક્યા છે અને સોમવારે 1 લાખ 40 હજાર માસ્ક વધું વહેંચવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રિયંકા ગાંધીએ મજૂરો પર સેનેટાઈઝનો સ્પ્રેનો છંટકાવ રહેલા લોકો માટે વાંધો ઉઠાવતું ટ્વીટ કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેને શેર કરતા વાંધો ઉઠાવી તેને અમાનવીય ગણાવ્યું હતું ‘યૂપી સરકારને અપીલ છે કે આપણે બધા મળીને આ આપત્તિ સામે લડી રહ્યા છીએ પણ કૃપા કરીને આવા અમાનવીય કામ ન કરશો’

કોરોના વાઈરસના આજે 53 નવા કેસ સામે આવ્યા છે. તમિલનાડુમાં 17, મહારાષ્ટ્રમાં 12, મધ્યપ્રદેશમાં 8, ગુજરાતમાં 6, જમ્મુ-કાશ્મીરમાં 3, આંધ્રપ્રદેશમાં 2, જ્યારે રાજસ્થાન, પંજાબ, પશ્વિમ બંગાળ, ચંદીગઢ અને આંદામાન-નિકોબારમાં 1-1 સંક્રમિત મળ્યા છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 1202 થઈ ગઈ છે. સાથે જ 35 લોકોના મોત થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડાઓમાં હાલ સંક્રમિતોની સંખ્યા 1024 થઈ ગઈ છે. જેમાંથી 95 સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા બે દિવસોમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 116 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા શનિવારે 143 અને શુક્રવારે સૌથી વધારે 151 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સાથે જ ઈન્દોરમાં દેશનું સૌથી સખત લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં પેટ્રોલ પમ્પ સિવાય બધું બંધ રહેશે અને જો કોઈ બહાર નીકળશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

30 May 2020, 3:44 AM (GMT)

COVID-19 Global Stats

6,076,190 Total Cases
367,768 Death Cases
2,690,371 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code