બ્રેકિંગ@દેશ: બાબરી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, જાણો સમગ્ર વિગત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો આવ્યો છે. લખનઉ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી હતા. જેમાં હવે કોર્ટે
 
બ્રેકિંગ@દેશ: બાબરી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, જાણો સમગ્ર વિગત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો આવ્યો છે. લખનઉ સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી હતા. જેમાં હવે કોર્ટે પુરાવાને અભાવે તમામ લોકોને દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ચુકાદો આપતાં કોર્ટે સૌથી પહેલા કહ્યું હતું કે, આ ઘટના પૂર્વનિયોજીત ન હતી. આ ઘટના અચાનક બની હતી. આ કેસમાં બધા જ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શું હતી સમગ્ર ઘટના અને કેટલા વર્ષ ચાલ્યો કેસ ?

રામ જન્મભૂમિ અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં વિવાદીત માળખુ તોડી પાડવાના કેસમાં આજે વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી સહિત 32 આરોપીઓ પર સીબીઆઈની વિશેષ અદાલત ફેસલો સંભળાવ્યો છે. આ કેસમાં કુલ 49 આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં અશોક સિંઘલ સહિત 17 લોકોની સુનાવણી દરમિયાન મોત થયા હતા. વિવાદીત સ્થાન પર બનાવવામાં આવેલ અસ્થાયી રામ મંદિરના કેસના આધારે પોલીસે 8 ડિસેમ્બર 1992એ અડવાણી સહિત અન્ય નેતોની ધરપકડ કરી હતી. શાંતિ વ્યવસ્થા માટે તેમને લલિતપુરમાં માતાહીલા ડેમના ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા. તપાસ યુપી સીઆઈડીની ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. સીઆઈડીએ ફેબ્રુઆરી 1993માં 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની ટ્રાયલ માટે લલિતપુરમાં વિશેષ અદાલત સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં આવન-જાવનની સુવિધા માટે અદાલત રાયબરેલી ટ્રાન્સફર કરાઈ હતી.

આ કેસ સિવાય પત્રકારો અને ફોટોગ્રાફરોની મારપીટ, કેમેરા તોડવા સહિતના 47 કેસ અલગ કરાયા હતા, આ કેસ લખનૌ સીબીઆઈ કોર્ટ સાથે સંલગ્ન રહેલા. સરકારે બાદમાં બધા જ કેસ સીબીઆઈને તપાસ માટે આપેલા સીબીઆઈએ રાયબરેલીમાં ચાલી રહેલા કેસ નં. 198ની બીજી વાર તપાસની અદાલત પાસેથી મંજુરી લીધી. પ્રદેશ સરકારે 9 સપ્ટેમ્બર 1993ના રોજ નિયમ અનુસાર હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને 48 કેસોની સુનાવણીને લખનૌમાં વિશેષ અદાલતની રચનાની સૂચના જાહેર કરી હતી. પરંતુ આ સૂચનામાં કેસ નં. 198 સામેલ નહોતો, જેની ટ્રાયલ રાયબરેલીમાં ચાલી રહી હતી. 8 ઓકટોબરે રાજય સરકારે સંશોધીત અધિસૂચના જાહેર કરીને કેસ નં.198ને લખનૌની સ્પેશ્યલ કોર્ટના ક્ષેત્રાધિકારમાં જોડી દીધો પણ હાઈકોર્ટ સાથે પરામર્શ ન કરી બાદમાં અડવાણી અને અન્ય આરોપીઓએ ટેકનીકલ ખામીનો લાભ હાઈકોર્ટમાં લેવાયો હતો.

બાબરી ધ્વંશની મહત્વની ઘટનાઓ

કેસ નં. 197 : 6 ડિસેમ્બર, 199રમાં અયોધ્યામાં વિવાદિત માળખુ પુરી રીતે ધ્વસ્ત થયા બાદ રામ જન્મભુમિ, અયોધ્યાના થાણા પ્રભારી પીએન શુકલે સાંજે પાંચ વાગ્યે અને 1પ મિનિટે લાખો અજ્ઞાત કારસેવકોની સામે જુદી જુદી કલમો અંતર્ગત કેસ કરાયો હતો. જેમાં બાબરી મસ્જિદ ધરાશાયી કરવાનું ષડયંત્ર, મારપીટ અને ડકૈતી સામેલ છે.

કેસ નં. 198 : 6 ડિસેમ્બર 199રમાં માળખાના વિધ્વંશની લગભગ 10 મિનિટ બાદ એક પોલીસ અધિકારી ગંગાપ્રસાદ તિવારીએ 8 લોકો સામે કેસ દાખલ કરેલો. તેમની સામે કથાકુંજ સભા મંચમાં ધાર્મિક ઉન્માદ ભડકાવનારૂ ભાષણ આપીને માળખુ તોડી પાડયાનો આરોપ લગાવાયો હતો. જેમાં અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, વિષ્ણુ હરિ ડાલમિયા, વિનય કટિયાર, ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાને નામજોગ આરોપી બનાવાયા હતા. આઇપીસી કલમ 1પ3 એ, 1પ3 બી, પ0પ, 147, અને 149 અંતર્ગત આ કેસ રાયબરેલીમાં ચાલ્યો હતો. બાદમાં આ કેસ લખનૌમાં સીબીઆઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સામેલ કરવામાં આવ્યો હતો.

કેસના મહત્વાના મુદ્દાઓ

  • ડિસેમ્બર-6, 1992 : બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફૈઝાબાદમાં બે અલગ એફઆઈઆર દર્જ કરાઈ
    એફઆઈઆરને 197 વિધ્વંસ માટે લાખો કારસેવકો સામે અને એફઆઈઆર 198 અડવાણી, જોશી, બાલ ઠાકરે, ઉમા ભારતી સહિત સંઘ પરિવારના 49 નેતાઓ સામે ષડયંત્રના આક્ષેપ સાથે દર્જ કરાઈ.
  • 8 ઓક્ટોબર, 1993 : ઉત્તરપ્રદેશ સરકારે નોટિફીકેશન બહાર પાડી બંને કેસો એકસાથે ચલાવવા હુકમ કર્યો હતો. એ મુજબ લખનઉ કોર્ટના કારસેવકો સામે અને નેતાઓ સામે રાયબરેલી અદાલતમાં કેસની સુનાવણી થઇ હતી.
  • 10 ઓક્ટોબર, 1993 : સીબીઆઈએ બન્ને કેસોમાં ચાર્જશીટ રજૂ કરી અડવાણી અને ભાજપ નેતાઓ સામે ષડયંત્રનો આરોપ મૂક્યો. લખનઉ અદાલતે તમામ કેસોમાં અપરાધિક ષડયંત્રનો ઉમેરો કર્યો.
  • 4 મે, 2001 : રાયબરેલી કોર્ટે અડવાણી અને અન્ય 13 સામે ષડયંત્રના આરોપો પડતા મુક્યા.
  • 2003 : સીબીઆઈએ પૂરક ચાર્જશીટ રજૂ કર્યું. રાયબરેલી કોર્ટે જણાવ્યું કે અડવાણી સામે કામ ચલાવવા પુરતા પુરાવા નથી. હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો. ષડયંત્રના આરોપો વગર ખટલો ચાલુ રાખ્યો.
  • 20 મે, 2010 : અલ્હાબાદ હાઈકોર્ટે 4 મે,2001નાં વિશેષ અદાલતનાં ચુકાદાને બહાલ રાખી અડવાણી, અન્યોને ષડયંત્રના આરોપોમાંથી મુક્ત કર્યો. રાયબરેલીની ખાસ અદાલતમાં કેસોની અલગ સુનાવણી કરવા નિર્ણય.
  • ફેબ્રુઆરી, 2011 : અપરાધિક ષડયંત્રના આરોપ યથાવત રાખવા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
  • 19 એપ્રિલ, 2017 : સુપ્રિમ ક ોર્ટે 2019ના હાઈકોર્ટના આદેશને ઉલ્ટાવ્યો. આનાથી, જોશી અને અન્ય 12 સામે ષડયંત્રના આરોપો ફરી સ્થાપિત કર્યા. એ ઉપરાંત લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતમાં બન્ને કેસોની સુનાવણી કરવા અને બે વર્ષમાં ખટલો પુરો કરવા જણાવ્યું.
  • 21 મે, 2017 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વિશેષ અદાલતે રોજબરોજ સુનાવણી શરુ કરી. જામીન મેળવવા તમામ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયાં.
  • 8 મે, 2020 : ખટલો પૂરો કરવા સુપ્રિમ કોર્ટે 3 મહિનાની મુદત વધારી. એ મુજબ 31 ઓગસ્ટ, 2020 સુધીમાં ખટલો પૂરો કરવાની ડેડલાઈન, કોવિડ લોકડાઉનના કારણે આ મુદત ફરી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
  • 1 સપ્ટેમ્બર : કેસમાં આખરી દલીલો પૂરી થઇ.
  • 16 સપ્ટેમ્બર : વિશેષ જજ એસકે યાદવે જણાવ્યું હતું કે ચૂકાદો 30 સપ્ટેમ્બરે જાહેર કરાશે.
  • 30 સપ્ટેમ્બર: તમામ લોકોને નિદોર્ષ જાહેર કરાયા