બ્રેકિંગ@દેશ: 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોને આ સમયથી મળી શકે છે વેક્સિનને મંજૂરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે Zycov-dની વેક્સિન બનાવી છે. શક્ય છે આ અઠવાડિયે આ વેક્સિનને ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી શકે છે. ભારતીય દવા નિયામક આ અઠવાડિયે એક અન્ય કોરોના વિરોધી રસીને મંજૂરી આપી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાની આશંકા છે
 
બ્રેકિંગ@દેશ: 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોને આ સમયથી મળી શકે છે વેક્સિનને મંજૂરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ઝાયડસ કેડિલાએ 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે Zycov-dની વેક્સિન બનાવી છે. શક્ય છે આ અઠવાડિયે આ વેક્સિનને ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી શકે છે. ભારતીય દવા નિયામક આ અઠવાડિયે એક અન્ય કોરોના વિરોધી રસીને મંજૂરી આપી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાની આશંકા છે ત્યારે ઝાયડસ કેડિલાની 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ઝાયકોવ-ડી વેક્સિનને મંજૂરી મળે છે તો તે સારું પરિણામ હોઈ શકે છે. આ વેક્સિનની સપ્લાય એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જો બાળકોને વેક્સિન અપાશે તો શાળાઓ પણ જલ્દી ખોલી શકાશે. આ અઠવાડિયે મંજૂરી મળશે તો આ મોટું પગલું હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઝાયડસ કેડીલાએ તૈયાર કરેલી વેક્સિનનું મૂલ્યાંકન SECની બેઠકમાં કરવામાં આવશે અને જલ્દી આ બેઠક યોજાઈને તેમા નિર્ણય લેવામાં આવશે. વેક્સિનને માટે આપાતકાલીન ઉપયોગની મંજૂરી આ અઠવાડિયે આપી શકાય અધિકારીઓએ કહ્યું છે કે, એકવાર મંજૂરી મળ્યા બાદ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં વેક્સિનનું સપ્લાય શરૂ કરવાની આશા રાખવામાં આવી રહી છે. જો ZyCov-D ને મંજૂરી મળે છે તો ભારતમાં પાંચમી વેક્સિન હશે. હાલમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પૂતનિક વીને મંજૂરી મળી છે. જો કે સિપ્લાને મોર્ડનાની કોવિડ વેક્સિનની મંજૂરી મળી છે પણ દેશમાં તેનો સપ્લાય શરૂ થયો નથી.