બ્રેકિંગ@દેશ: તાંડવમાં દેવી-દેવતાઓના અપમાનનો આક્ષેપ, દિગ્ગજોની અટકાયત થઈ શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક એમેઝોન પ્રાઈમની નવી વેબ સિરીઝ તાંડવને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે સીરીઝના નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સીરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વરિષ્ઠ અધિકારીએ આ કેસમાં ધરપકડ કરવાની માહીતી આપી છે. અટલ સમાચાર
 
બ્રેકિંગ@દેશ: તાંડવમાં દેવી-દેવતાઓના અપમાનનો આક્ષેપ, દિગ્ગજોની અટકાયત થઈ શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એમેઝોન પ્રાઈમની નવી વેબ સિરીઝ તાંડવને લઈને નવો વિવાદ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે સીરીઝના નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સીરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વરિષ્ઠ અધિકારીએ આ કેસમાં ધરપકડ કરવાની માહીતી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એમેઝોન પ્રાઈમના ઈન્ડિયા ઓરિજિનલ કન્ટેન્ટના હેડ અને સૈફ અલી ખાન તથા ડિમ્પલ કાપડિયા જેવા મોટા સ્ટાર્સની આ સીરીઝના નિર્દેશક, નિર્માતા અને લેખક દ્વારા ધાર્મીક ભાવનાઓ દુભાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

મળતી માહીતી મુજબ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલા સબ ઇન્સપેક્ટર દ્વારા આ ફરિયાદ નોંધાઈ છે.આ કેસ નોંધાયા પછી યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર સલભ મણી ત્રીપાઠીએ તેની એક નકલ ટ્વિટર પર શેર કરી અને લખ્યું હતુ કે, જનભાવનાઓ સાથે ખીલવાડ સહન નહી કરાય. ખરાબ વેબ સીરીઝની આડમાં નફરત ફેલાવવા વાળી વેબ સીરીઝ તાંડવની આખી ટીમના વિરૂધ્ધ યોગી સરકારે ગંભીર કલમો મુજબ ફરીયાદ દાખલ કરાવી છે જેથી તેઓની ધરપકડ તુંરત થઈ શકે છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રથમ એપિસોડમાં, 17 મી મિનિટમાં, હિન્દુ દેવી-દેવતાઓ સંબધીત મામલે ખૂબ જ ખરાબ રીતે દર્શાવ્યા છે. જે ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરે છે અને આપત્તીજનક છે.

આ મામલે ફરીવાર યોગી આદીત્યનાથના મીડીયા સલાહકાર સુલભ મણી ત્રીપાઠીએ ટ્વીટ કરી માહીતી આપી હતી કે, તાંડવના સભ્યોની ધરપકડ કરવા યુપી પોલીસ મુંબઈ જવા નીકળી ચુકી છે. જેથી તાંડવ વેબ સીરીજના સભ્યોની ધરપકડ ટુંક જ સમયમાં થઈ શકે છે.