બ્રેકિંગ@દેશ: PM-Kisan યોજના સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ

અટલ સમાચાર,ડેસ્ક મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનાનું એક વર્ષ પુરૂ થવાની ઉજવણી નિમિત્તે ખેડૂતોને એક ખૂબ મોટી ભેટ આપી છે. સરકારે ખેડૂતોને મળી રહેલી આર્થિક સહાયની મહત્વકાંક્ષી યોજના PM-Kisan યોજના સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આ મોબાઈલ એપની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દરેક
 
બ્રેકિંગ@દેશ: PM-Kisan યોજના સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ

અટલ સમાચાર,ડેસ્ક

મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનાનું એક વર્ષ પુરૂ થવાની ઉજવણી નિમિત્તે ખેડૂતોને એક ખૂબ મોટી ભેટ આપી છે. સરકારે ખેડૂતોને મળી રહેલી આર્થિક સહાયની મહત્વકાંક્ષી યોજના PM-Kisan યોજના સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે આ મોબાઈલ એપની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દરેક ખેડૂતને વાર્ષિક 6 હજારની સહાય 3 હપ્તામાં ચુકવવામાં આવ છે. તેની જાણકારી હવે આ મોબાઈલ એપથી પણ જાણી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

PM-Kisanની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તરપ્રદેશથી શરૂ કરવામાં આવી હતી. પશ્વિમબંગાળ સિવાયના તમામ રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર 14 કરોડ ખેડૂતોમાંથી 9.74 કરોડ ખેડૂતો PM-Kisan યોજના અંતર્ઘત રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી આંકડા જોઈએ તો રાજ્ય સરકારોએ જે આંકડા કેન્દ્રને મોકલાવ્યા છે. તે અંતર્ગત 8.45 કરોડ ખેડૂતો અત્યાર સુધી પોતાના ભાગની સહાય મેળવી ચુક્યા છે. મોબાઈલ એપથી ખેડૂતોને વધુને વધુ લાભ આંગળીને ટેરવે મળી રહેશે. આવનારા 2020 સુધીમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે ટેક્નોલોજીનો સહારો લેવાનું સુચવી રહી છે.

મોબાઈલ એપમાં શું જાણકારી મળશે?

PM-Kisan મોબાઈલ એપમાં ખેડૂત પોતાના આધાર કાર્ડ નંબરથી સરકારી યોજનાઓ અને પોતાનું સ્ટેટસ જાણી શકશે. એ સિવાય અન્ય હેલ્પ લાઈન નંબર પણ મેળવી શકશે. આ એપની ડિઝાઈન રાષ્ટ્રીય માહિતી પ્રસારણ, ઈનેક્ટ્રોનિક અને પ્રસારણ પ્રોદ્યોગિક મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.