બ્રેકિંગ@દેશ: ત્રણેય કૃષિ બિલ સામે સુપ્રિમે લગાવી રોક, 4 સભ્યોની કમિટી બનાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બિલ સામે રોક લગાવતો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે પણ સરકારને કેટલીક સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે પક્ષકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ અગ્રણીઓના નામને
 
બ્રેકિંગ@દેશ: ત્રણેય કૃષિ બિલ સામે સુપ્રિમે લગાવી રોક, 4 સભ્યોની કમિટી બનાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બિલ સામે રોક લગાવતો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે પણ સરકારને કેટલીક સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે પક્ષકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ અગ્રણીઓના નામને વિચારણામાં લઈને એક કમિટી રચી છે. જેમાં ચાર સભ્યોનો સમાવેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે રચેલી સમિતીમાં, અશકો ગુલાટી, પ્રમોદ જોશી, અનિલ ઘનવંત અને હરસિમરત માનનો સમાવેશ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુપ્રીમ કોર્ટમાં આજે ખેડૂત આંદોલન અંગે સુનાવણીનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ગઈકાલે ખેડૂત આંદોલન માટે દાખલ કરેલી અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી પરંતુ ચુકાદો જાહેર થયો ન હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે.