બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ 4858, 135 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ માતો પાસે એક ચા વાળો વ્યક્તિ સંક્રમિત મળ્યા બાદ હોબાળો મચી ગયો છે. ત્યારબાદ તેમના ઘરની સિક્યોરિટીમાં તહેનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરન્ટીન કરી દેવાયા છે. આ જવાન સંક્રમિત વ્યક્તિની દુકાન પર ચા પીવા માટે જતા હતા. કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયું છે.
 
બ્રેકિંગ@દેશઃ કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ 4858, 135 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ માતો પાસે એક ચા વાળો વ્યક્તિ સંક્રમિત મળ્યા બાદ હોબાળો મચી ગયો છે. ત્યારબાદ તેમના ઘરની સિક્યોરિટીમાં તહેનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરન્ટીન કરી દેવાયા છે. આ જવાન સંક્રમિત વ્યક્તિની દુકાન પર ચા પીવા માટે જતા હતા. કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયું છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાત કહી છે. જો કે, છેલ્લા 8 દિવસમાં ગઈકાલે પહેલી વખત એવું બન્યું છે જ્યારે સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. દિવસભરમાં 488 નવા કેસ સામે આવ્યા હતા. 28 માર્ચે સંક્રમિતોની સંખ્યામાં 141નો વધારો થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગામી દિવસોમાં આમા ઘટાડો થયો અને 115 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રોજ સંક્રમિતોની સંખ્યા વધતી ગઈ. અત્યાર સુધી 4858 કેસ સામે આવી ચુક્યા છે. સંક્રમણ 27 રાજ્ય અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઈ ચુક્યું છે. 135 લોકોના મોત થઈ ચુક્યા છે. દેશમાં કુલ કોરોના સંક્રમણના 4281 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 3851 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. 318 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 11 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધારે લથડી છે. અહીંયા એક જ દિવસમાં 120 નવા કેસ સામે આવ્યાની સાથે જ કુલ કેસ 868 સુધી પહોંચી ગયા છે. 621 કેસ સાથે તમિલનાડું બીજા નંબરે છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ 525 કેસ મળી ચુક્યા છે. મધ્યપ્રદેશ; કુલ સંક્રમિત-268 મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 268 થઈ ગઈ છે. ઈન્દોરમાં સૌથી વધારે 151 અને ભોપાલામાં 61 કેસ મળ્યા છે. જે વિસ્તારોમાંથી સંક્રમિત મળ્યા છે, તેને સીલ કરી દેવાયા છે. ઈન્દોરમાં આવા 35 અને ભોપાલમાં 40 વિસ્તારને સીલ કરી દેવાયા છે. ઈન્દોર-ભોપાલ સિવાય મુરૈનામાં 12, જબલપુરમાં 8, ઉજ્જૈનમાં 8, ખરગોનમાં 4, બડવાનીમાં 3, શિવપુરી અને છિંદવાડામાં 2-2, બૈતૂલ, વિદિશામાં 1-1 કેસ સામે આવ્યો છે.

પંજાબ, કુલ સંક્રમિત-79 અહીંયા સોમવારે કોરોના સંક્રમણના 8 નવા કેસની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી 3 દર્દી તબલીઘ જમાતમાંથી આવ્યા હતા. કુલ સંક્રમિતોમાંથી 10 તબલીઘ જમાત સાથે સંકળાયેલા છે. રાજ્યમાં આ બિમારીના કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે.