બ્રેકિંગ@દેશઃ વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મંદિરના ગાર્ડે ઓળખ આપી

અટલ સમાચાર, ડેસ્ક કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસની પકડમાં આવી ગયો છે. તેને ઉજ્જૈનથી પોલીસે પકડ્યો. 8 પોલીસકર્મીઓની નિર્મમ હત્યા કરનારો વિકાસ દુબે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. મહાકાલ મંદિરના ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો હતો. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી હતી. અત્રે
 
બ્રેકિંગ@દેશઃ વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મંદિરના ગાર્ડે ઓળખ આપી

અટલ સમાચાર, ડેસ્ક

કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસની પકડમાં આવી ગયો છે. તેને ઉજ્જૈનથી પોલીસે પકડ્યો. 8 પોલીસકર્મીઓની નિર્મમ હત્યા કરનારો વિકાસ દુબે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. મહાકાલ મંદિરના ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો હતો. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી હતી. અત્રે જણાવવાનું કે તેની શોધ પાંચ રાજ્યોની પોલીસ કરી રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અગાઉ વિકાસ દુબેના બે સાથીઓ આજે એન્કાઉન્ટરમાં ઠાર થયા. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રભાત મિશ્રાને બુધવારે પોલીસે ફરીદાબાદમાંથી પકડ્યા બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ કાનપુર પાસે હાઈવે પર ભૌંતી પાસે તેણે એસટીએફના પોલીસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ પ્રભાતના ફાયરિંગનો પોલીસે જવાબ આપ્યો અને તે માર્યો ગયો.