બ્રેકિંગ@દાંતા: અકસ્માતથી બાળકો વિના શાળામાં સન્નાટો, શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી દાંતા તાલુકાના ગામની શાળામાં ગત દિવસોએ ગમખ્વાર અકસ્માતથી બાળકો ભયંકર રીતે ગભરાઇ ગયા છે. ગામલોકોમાં ઉગ્ર રોષને પગલે જીલ્લા શિક્ષણે તાત્કાલિક અસરથી હરકતમાં આવી તમામ માંગણીઓ કબૂલ કરવા તૈયારી બતાવી છે. જેના પગલે અકસ્માત સર્જનાર શિક્ષિકા અને કારમાલિક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય એક શિક્ષકની બદલી કરી આચાર્યને
 
બ્રેકિંગ@દાંતા: અકસ્માતથી બાળકો વિના શાળામાં સન્નાટો, શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

દાંતા તાલુકાના ગામની શાળામાં ગત દિવસોએ ગમખ્વાર અકસ્માતથી બાળકો ભયંકર રીતે ગભરાઇ ગયા છે. ગામલોકોમાં ઉગ્ર રોષને પગલે જીલ્લા શિક્ષણે તાત્કાલિક અસરથી હરકતમાં આવી તમામ માંગણીઓ કબૂલ કરવા તૈયારી બતાવી છે. જેના પગલે અકસ્માત સર્જનાર શિક્ષિકા અને કારમાલિક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય એક શિક્ષકની બદલી કરી આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારી આખી શાળા સામે મોટી કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં થયેલા અકસ્માતથી ગામમાં ભારે કોલાહલ મચી ગયો છે. શાળામાં જ શિક્ષિકાએ બાળકીને અકસ્માતે મોત નિપજાવી દેતાં અન્ય બાળકો અત્યંત ભયભિત બની ગયા છે. અકસ્માતના બીજા દિવસથી શાળામાં બાળકોની ગેરહાજરીને પગલે સન્નાટો મચી ગયો છે. આ તરફ શિક્ષણ વિભાગે અકસ્માત કરનાર મહિલા શિક્ષિકા ખ્યાતિ ઉપાધ્યાયને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે કાર શીખવા ચાવી આપનાર શિક્ષક રમેશ નાથાભાઇ પટેલને પણ ફરજમોકૂફ કર્યા છે.

બ્રેકિંગ@દાંતા: અકસ્માતથી બાળકો વિના શાળામાં સન્નાટો, શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માતને પગલે ડરી ગયેલા બાળકો શાળામાં ભણવા આવતા નથી. અકસ્માતના ત્રણ દિવસને અંતે પણ કુલ 127માંથી માંડ 25થી 30 બાળકો શાળાએ આવતા હોઇ હડકંપ મચી ગયો છે. આથી જીલ્લા અને તાલુકા શિક્ષણના અધિકારીઓએ તાત્કાલિક અસરથી ગામલોકો સાથે બેઠક કરી મોટાભાગની માંગણીઓ સ્વિકારી કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે શિક્ષક-શિક્ષિકાને સસ્પેન્ડ કરી આચાર્યને પણ કારણદર્શક નોટીસ આપી છે. આ સાથે અન્ય એક શિક્ષક પટેલ ભાનુભાઇની બદલી કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ@દાંતા: અકસ્માતથી બાળકો વિના શાળામાં સન્નાટો, શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ

અકસ્માતને પગલે બાળકો વિનાની શાળામાં સન્નાટો

શાળામાં જ બાળકી કાર નીચે કચડાઇ જતાં દરમ્યાનના દ્રશ્યો અન્ય બાળકોએ જોયા હતા. આથી ધોરણ 1થી 5ના વિધાર્થીઓ અકસ્માતને કારણે ખુબ જ ડરી ગયા હોઇ શાળાએ જતાં ગભરાહટ અનુભવી રહ્યા છે. આ સાથે વાલીઓ પણ વાલીઓને શાળાએ મોકલવા સામે નારાજ હોઇ આક્રોશિત બન્યા છે. આવી સ્થિતિમાં શનિવારે અને સોમવારે શાળામાં માંડ 5થી 10 બાળકો શાળાએ આવ્યા હતા. જ્યારે આજે મંગળવારે પણ 25થી 30 બાળકો સિવાય શાળામાં ગેરહાજરીને કારણે સન્નાટો છવાયેલો રહ્યો છે.