બ્રેકિંગ@દાંતીવાડા: મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી ગળું કાપી નાખ્યું, હત્યારો સગો નિકળ્યો

અટલ સમાચાર, દાંતીવાડા દાંતીવાડા તાલુકાનાં મોટી ભાખર ગામની સીમમાં 12 વર્ષીય કિશોરીની ગળું કાપી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસને અંતે દાખલ થયેલી ફરિયાદમાં સનસનીખેજ વિગતો સામે આવી છે. કૌટુંબિક યુવકે મોડી સાંજે મૂકબધિર કિશોરીને ઉઠાવી મોડી રાત્રે અથવા વહેલી સવારે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી ગુનો છુપાવવા મગજ ઉપરનો કાબૂ ગુમાવી
 
બ્રેકિંગ@દાંતીવાડા: મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી ગળું કાપી નાખ્યું, હત્યારો સગો નિકળ્યો

અટલ સમાચાર, દાંતીવાડા

દાંતીવાડા તાલુકાનાં મોટી ભાખર ગામની સીમમાં 12 વર્ષીય કિશોરીની ગળું કાપી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસને અંતે દાખલ થયેલી ફરિયાદમાં સનસનીખેજ વિગતો સામે આવી છે. કૌટુંબિક યુવકે મોડી સાંજે મૂકબધિર કિશોરીને ઉઠાવી મોડી રાત્રે અથવા વહેલી સવારે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી ગુનો છુપાવવા મગજ ઉપરનો કાબૂ ગુમાવી તિક્ષ્ણ હથિયાર વડે કિશોરીનુ ગળું કાપી હત્યાને અંજામ આપ્યો હતો. ડીસાથી છેક દાંતીવાડા પંથકમાં કિશોરીને ફેંકી હત્યારો યુવક ફરાર થઇ ગયો હતો. દાંતીવાડા પોલીસે તાત્કાલિક અસરથી હત્યારા યુવકને પકડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@દાંતીવાડા: મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી ગળું કાપી નાખ્યું, હત્યારો સગો નિકળ્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રહેતી 12 વર્ષની મુકબધિર કિશોરી અચાનક ગુમ થઈ હતી. પોતાની દિકરી બહેરી અને મુગી હોઇ કોઈ દુર્ઘટના બને તે પહેલાં પરિવારે ડીસા પોલીસને જાણવાજોગ આપી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સાંજે કિશોરી ગુમ થયા બાદ તેના ઘરથી લઈ ડિસા શહેરના અનેક રસ્તા પરના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક યુવક બાઇક પર બેસાડીને કિશોરીને લઈ જતો દેખાયો હતો. આથી પોલીસે શંકાના આધારે પ્રાથમિક તબક્કે અટકાયત કરી વધુ તપાસ ચાલુ રાખી હતી. આ દરમ્યાન દાંતીવાડા પોલીસને મોટી ભાખર ગામની સીમમાં એક કિશોરીની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી હતી. જેની તપાસ કરતાં ડીસાથી ગુમ થયેલી મૂકબધિર કિશોરી હોવાનું સામે આવ્યું હતું. કિશોરીનુ ગળું કાપી ધડથી માથું અલગ કરી છેક 20 ફૂટના દૂર ફેંકી દેવામાં આવ્યું હતું. દાંતીવાડા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક કિશોરી માત્ર 12 વર્ષની અને દિવ્યાંગ હતી. જ્યારે હત્યારો યુવક તેનાં જ સગા/કૌટુંબિક સંબંધિનો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાની ડીસા અને દાંતીવાડા પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી આરોપી યુવક નિતિન કિશોરભાઇ ચૌહાણ (માળી) (રહે. ડીસા) ઝડપાઇ ગયો છે. આરોપીએ માનસિક વિકૃત બની પ્રથમ કિશોરીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આથી દાંતીવાડા પોલીસે આરોપી નિતિન (વર્ષ 25) વિરુદ્ધ આઇપીસી કલમ 364, 376a(b), 302 અને પોક્સો કલમ 3(a), 4, 5(r) તેમજ જીપીએ એક્ટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@દાંતીવાડા: મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી ગળું કાપી નાખ્યું, હત્યારો સગો નિકળ્યો
આરોપીનો ફોટો

આરોપી માનસિક વિકૃત છે કે અચાનક વિકૃત બન્યો હોવાની ચર્ચા

પોતાના જ કૌટુંબિક અને સામાજિક સંબંધિની કુમળી વયની મૂકબધિર કિશોરીનુ ગળું કાપી નાખવાની ઘટના ખૂબ જ ખરાબ છે. આથી આરોપી યુવક ભાન ભૂખ્યો, મગજનો કાબૂ ગુમાવ્યો, માનસિક વિકૃત હશે કે બન્યો તે અંગેની ચકચાર મચી ગઇ છે. ડીસા સહિત સમગ્ર પંથકમાં મૂકબધિર કિશોરી સાથેની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ વધ્યો છે. ઘટનાને પગલે પરિવારને માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની છે.