બ્રેકિંગ@ડીસા: નકલી બિયારણ દુકાનમાં જઇ પકડ્યું, બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ

અટલ સમાચાર,ડીસા ડીસા પંથક બનાવટી ચીજવસ્તુઓને લઇ કુખ્યાત બની રહ્યુ હોવાની વાત સામે આવી છે. વેપારી ફળફળાદીનું નકલી બિયારણ વેચતો હોવાનું ધ્યાને અસલી કંપનીની એજન્સીના માણસો દોડી ગયા હતા. જ્યાં બધાની હાજરીમાં નકલી બિયારણના પેકેટ પકડી જાહેર કરતા ઉગ્ર ઘમાસાણ સામે આવ્યુ હતુ. નકલી બિયારણ વેચનાર અને પકડનાર જૂથ વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થતાં મામલો
 
બ્રેકિંગ@ડીસા: નકલી બિયારણ દુકાનમાં જઇ પકડ્યું, બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ

અટલ સમાચાર,ડીસા 

ડીસા પંથક બનાવટી ચીજવસ્તુઓને લઇ કુખ્યાત બની રહ્યુ હોવાની વાત સામે આવી છે. વેપારી ફળફળાદીનું નકલી બિયારણ વેચતો હોવાનું ધ્યાને અસલી કંપનીની એજન્સીના માણસો દોડી ગયા હતા. જ્યાં બધાની હાજરીમાં નકલી બિયારણના પેકેટ પકડી જાહેર કરતા ઉગ્ર ઘમાસાણ સામે આવ્યુ હતુ. નકલી બિયારણ વેચનાર અને પકડનાર જૂથ વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જેમાં ડીસા ઉત્તર પોલીસ મથકે ભારે હોબાળો મચી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ડીસા: નકલી બિયારણ દુકાનમાં જઇ પકડ્યું, બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નકલી બિયારણને લઇ બે જૂથ વચ્ચે ઉગ્ર ઘર્ષણ ઉભુ થયુ છે. અચાનક સ્થાનિક વેપારીને ત્યાં અસલી કંપનીની એજન્સી ધરાવતા સંચાલકો માધવી સ્વીટની એકદમ અડીને આવેલી શટર વાળી દુકાનમાં પહોંચી ગયા હતા.

જ્યાં તરબૂચ અને ટેટીનું કથિત નકલી બિયારણ જપ્ત કરી એકઠા થયેલા લોકો વચ્ચે ખેડૂતોને મારવા બેઠા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમ્યાન કથિત નકલી બિયારણ સામે એજન્સીના સંચાલકોએ ખેડૂતોનો પક્ષ લઇ વેપારી વિરૂધ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેનાથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ ઉભુ થયુ હતુ.

બ્રેકિંગ@ડીસા: નકલી બિયારણ દુકાનમાં જઇ પકડ્યું, બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોંઘુદાટ કથિત નકલી બિયારણ ઝડપી લીધા બાદ બે જૂથ વચ્ચે હુમલાની સ્થિતિ ઉભી થાય તે પહેલા મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. સમગ્ર મામલે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશને બિયારણ ઝડપી લેનાર અને જ્યાંથી બિયારણ મળી આવ્યુ તે બંને જૂથના લોકો એકઠા થઇ ગયા છે. આ દરમ્યાન સામાજીક ટકરાવની સ્થિતિ જોતા પોલીસ સ્ટેશન આસપાસ સંવેદનશીલ વાતાવરણ ઉભુ થયુ છે. ઘટનાને પગલે પોલીસ ફરીયાદ નોંધાવાની ગતિવિધિ વચ્ચે માહોલ ગરમાયો છે.