બ્રેકિંગ@ડીસા: કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં બપોરે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને કોલ્ડ સ્ટોરેજ સહિતના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક અસરથી પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ
 
બ્રેકિંગ@ડીસા: કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં બપોરે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને કોલ્ડ સ્ટોરેજ સહિતના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક અસરથી પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ડીસા: કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના કોલ્ડ સ્ટોરેજમાં આજે બપોરે ભીષણ આગની ઘટના સામે આવી છે. ડીસાના કાંટ રોડ પરના રાજકમલ કોલ્ડ સ્ટોરેજમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગથી ધુમાડાના ગોટે-ગોટાં દૂર સુધી દેખાતા મોટા નુકશાનની શક્યતા સેવાઇ રહી છે.

બ્રેકિંગ@ડીસા: કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસાના રાજકમલ કોલ્ડ સ્ટોરેજમાં આગની ઘટના સામે આવ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં કોરોનાના ભય વચ્ચે આગનો બનાવ સામે આવ્યો છે. જોકે હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. ઘટનાને લઇ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાયટર દ્રારા વિકરાળ આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.